VIDEO: ભાવનગરમાં તસ્કરોનો તરખાટ, ATMમાં ચોરી થતા પોલીસ થઇ દોડતી

ભાવનગરઃ શહેરમાં કેટલાંક તસ્કરોએ ભારે તરખાટ મચાવી દીધો છે. શહેરની પાનવાડી વિસ્તારની દેના બેંકમાં તસ્કરો ત્રાટકયાં હતાં. જયાં દેનાબેંકનાં ATMમાં તસ્કરે CCTV કેમેરા તોડી નાખ્યાં હતાં. જયાં ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

CCTV કેમેરામાં સ્પષ્ટપણે દેખાઇ આવે છે કે, એક તસ્કર સંપૂર્ણ શરીર કપડાંથી ઢાંકીને આવે છે અને બેંકમાં ઘુસીને CCTV કેમેરા તોડવાનો પ્રયાસ કરે છે. ATMમાં રહેલી રોકડની ચોરી અંગે હજુ સુધી બેંક અસમંજસમાં છે. ATMમાં કેટલા રૂપિયા હતાં તે અંગે આંકડો પણ હજી સુધી સ્પષ્ટ થયો નથી.

ATMમાંથી કેટલા રૂપિયાની ચોરી થઇ છે તે મુદ્દે બેંક હજી દ્વિધામાં છે. ATMમાં સિકયુરિટી ગાર્ડ હાજર ન હોવાથી બેંકનાં સત્તાવાળાઓ સામે અનેક સવાલો પણ ઊભા થયાં છે. જો કે હવે આ સમગ્ર બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like