VIDEO: ભાવનગરની સિલ્વર બેલ્સ શાળાનાં સંચાલકોની ગેર વર્તણૂક આવી સામે

ભાવનગરઃ ફી ભૂખ્યા શાળા સંચાલકોની ધિક્કાર જન્માવતી કરતૂત સામે આવી છે. શહેરની સિલ્વર બેલ્સ શાળાનાં સંચાલકોએ ફી બાકી હોય તેવા બાળકોને સળંગ 2 કલાક સુધી રીતસર ક્લાસ રૂમમાં ગોંધી રાખ્યાં હતાં. શાળા સંચાલકોએ160 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી બાકી નીકળતી ફી વસૂલવા માટે માસૂમ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પૂરી દીધાં હતાં.

રૂ.500ની ફી વસૂલવા માટે સંચાલકોએ અખતિયાર કરેલી આ રીતની ચોમેરથી ટીકા થઈ રહી છે. ફી ભૂખ્યા સંચાલકોની સજાની આ પદ્ધતિથી વિદ્યાર્થીઓનાં વાલીઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી. વિદ્યાર્થીનાં વાલીઓએ આ બાબતે કલેક્ટર અને જિલ્લા શિક્ષ ણાધિકારીને લેખિત રજૂઆત કરીને પગલાં ભરવાની માગ કરી છે.

You might also like