VIDEO: ભાવનગરમાં મેઘરાજાનું તાંડવ, જેસર ગામમાં સર્જાઇ ઘોડાપૂરની સ્થિતિ

ભાવનગરઃ જિલ્લાનાં જેસરમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ હતી કે જેને પગલે ભરબજારમાં વરસાદી પાણી ઘૂસી આવ્યાં હતાં. આ ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધતાં 2 યુવકો પાણીમાં તણાઇ આવ્યાં હતાં. જ્યારે અન્ય એક યુવક બાઈક સાથે ધસમસતા પાણીનાં પ્રવાહમાં તણાઈ ગયો.

જો કે અન્ય યુવકોએ આ યુવકને ભારે જહેમત બાદ બચાવી લીધો હતો. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે આ બંને યુવકો પોતાનો જીવ બચાવવા લાગ્યાં હતાં. મહત્વનું છે કે છેલ્લાં 3 દિવસથી ભાવનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે ભાવનગરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે જિલ્લાનાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. જેમાં જેસરમાં એક દિવસમાં જ 10 ઇંચ જેટલો વરસાદ પડતાં જેસર તો જાણે કે બેટમાં ફેરવાયું ગયુ હોય.

ભાવનગરનાં જેસરમાં અનરાધાર એટલે કે મુશળધાર વરસાદ વરસ્યા બાદ અહીનાં રસ્તાઓ પર ચારે બાજુ પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો ત્યારે આ વહેણમાં રસ્તા પર આવેલાં ઝાડીઝાંખરા ખેંચાઇ આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધતાં 2 યુવકો બાઇક સાથે પાણીમાં તણાઇ આવ્યાં હતાં. એટલે કે ભાવનગરનું જેસર તો જાણે બેટમાં ફેરવાઇ ગયું.

You might also like