VIDEO: ભાવનગરનાં સિહોરમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 93 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત

ભાવનગરઃ શહેરનાં સિહોરમાં એક મકાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે બાતમીનાં આધારે 1610 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.93 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે.

ભાવનગર SOG અને સિહોર પોલીસે સંયુક્ત રીતે રેડ પાડીને આ સમગ્ર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે દારૂ ક્યાંથી લવાયો હતો અને કોણ લાવ્યું હતું તે મુદ્દે પોલીસ હજી વધુ તપાસ હાથ ધરી રહી છે.

ભાવનગરનાં સિહોર ગામમાંથી ઝડપાયો દારૂ
1610 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
93 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત

You might also like