VIDEO: ભાવનગરનાં મેથળા ગામે ખેડૂતોએ સ્વયં બંધારો બાંધવાની ફરજ પડી

ભાવનગરઃ શહેરનાં તળાજા નજીક મેથળા ગામે બંધારો બાંધવાની કામગીરી મામલે 15 ગામનાં ખેડૂતો સંયુક્ત રીતે જોડાયાં હતાં. 25 વર્ષથી રજૂઆતો કરાઇ હોવાં છતાં કામગીરી ન થતાં ખેડૂતોએ સ્વયં આ અંગેની કામગીરી હાથ ધરી હતી. ખેડૂતોએ સ્વયંભૂ એકઠાં થઈને બંધારો બાંધવાનું કામ શરૂ કર્યું હતું.

ખારા પા ણીને આવતું રોકવા માટે ખેડૂતો એકઠાં થયાં હતાં. મેથળા બંધારાનું કામ સરકાર કરતી ન હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ભાવનગરનાં તળાજા અને મહુવાની વચ્ચે મેથળા ગામે બંધારો બાંધવાની સ્થિતિ સર્જાઇ છે. ત્યાં જે દરિયો આવેલ છે તેનું પાણી આસપાસનાં 15 ગામોમાં આવતું હતું.

જેનાં કારણે પાણીનાં સ્તર ઊંડા ઉતરી ગયાં હતાં તેમજ ક્ષારયુક્ત પાણી કેટલાંય સમયથી આવતું હતું. જેથી ખેડૂતો આ મામલે છેલ્લાં 25 વર્ષથી સરકારને રજૂઆત કરતાં હતાં પરંતુ તેમ છતાં આ બંધારો બંધાતો ન હોતો. જેથી ખેડૂતોએ જાતે જ આ બંધારો બાંધવાની સમસ્યા સર્જાઇ હતી અને તેઓએ જાતે જ બંધારો બાંધવાનું શરૂ કર્યું હતું.

You might also like