VIDEO: ભાવનગરનાં પાલીતાણાનાં PGVCLનાં ગોડાઉનમાં ભીષણ આગ

ભાવનગરઃ શહેરનાં પાલીતાણામાં આવેલા લીંબુવાડી વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાંની ઘટના સામે આવી હતી. લીંબુવાડી વિસ્તારમાં આવેલ PGVCLનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઇ ગઇ હતી. આગનાં કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાઓનાં ગોટેગોટા થઇ ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે ગોડાઉનમાં વિજવાયરોનું પ્રમાણ વધુ પડતું જોવાં મળેલ છે. ગોડાઉનમાં રાખેલા PGVCLનાં વિજવાયરો આ આગમાં બળીને સંપૂર્ણ ખાખ થઇ ગયાં હતાં. જો કે આ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જેઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. PGVCLની ભયાનક આગને લઇ આજુબાજુનાં વિસ્તારોમાં પણ ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

You might also like