Categories: Entertainment

શું હવે કોમેડિયન ભારતીસિંહ પણ કપિલ શર્માનો શો છોડી દેશે?

મુંબઈ: ધ કપિલ શર્મા શો સાથે ભારતીસિંહ જોડાતાં કપિલ અને ચેનલ બંનેઅે રાહતના શ્વાસ લીધા હતા, કેમ કે સુનીલ ગ્રોવરે અા શો છોડ્યા બાદ ટીઅારપી રોજબરોજ ઘટતી હતી. અાવા સમયમાં કપિલને ભારતીનો સહારો મળ્યો હતો અને શોની ટીઅારપી વધી હતી, પરંતુ હવે જે સમાચાર અાવ્યા છે તે મુજબ ધ કપિલ શર્મા શોના ફ્રેન્સને અાંચકો લાગી શકે છે.

ભારતીસિંહ ખૂબ જ જલદી કપિલ શર્માનો શો છોડી શકે છે. ગયા મહિને ભારતીસિંહે કપિલ શર્માનો શો જોઈન્ટ કર્યો હતો. ભારતીસિંહ સુનીલ ગ્રોવરની કમી તો પૂરી કરી શકી ન હતી પરંતુ શોની ટીઅારપીમાં સુધારો જોવા મળ્યો હતો.

કપિલ શર્માનો ખરાબ સમય હજુ ચાલુ છે. તેની મુશ્કેલીઅો પૂરી થવાનું નામ લેતી નથી. એક પછી એક મુસીબતોઅે કપિલ શર્માને ઘેરી રાખ્યો છે. રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે ભારતીસિંહ, જે હાલમાં કપિલ શર્માના શોમાં અાવી હતી તે પણ કપિલનો સાથ છોડી રહી છે.

કપિલની સાથે ભારતીનો માત્ર ચાર એપિસોડનો જ કરાર હતો. ત્યારબાદનો સમય ભારતીઅે પોતાના નવા શો ‘કોમેડી દંગલ’ને અાપ્યો છે. કોમેડી દંગલ અોગસ્ટ મહિનાના બીજા અઠવાડિયાથી શરૂ થવા જઈ રહ્યો છે. તેથી ભારતી ધ કપિલ શર્માના શોમાં હવે માત્ર બે જ એપિસોડમાં જોવા મળશે.

અા અંગે ભારતીઅે જણાવ્યું કે હું ત્યાં સુધી કપિલના શોમાં રહીશ, જ્યાં સુધી મારો અાગામી શો કોમેડી દંગલ અોન અેર ન થાય. મેં પહેલાં કોમેડી દંગલ શો સાઈન કર્યો હતો અને કપિલ શર્માના શો માટે બાદમાં મારો સંપર્ક કરાયો. મેં કપિલભાઈને મારા શો અંગે પહેલાં જ કહી દીધું હતું અને હું તેમના છ એપિસોડ શૂટ પણ કરી ચૂકી છું. તેથી એવું ન સમજવું જોઈઅે કે હું કોમેડી દંગલ માટે કપિલ શર્માનો શો છોડી રહી છું. અમે અા ૩૦ અોગસ્ટે શાહરુખ ખાન સાથે ધ હેરિ મેટ સેજલનું શૂટિંગ પણ કરી રહ્યા છીઅે.

અા સાથે જ ટીવીની અા જાણીતી કોમે‌િડયને કહ્યું કે તેની અને કીકુ શારદા વચ્ચે કોઈ મતભેદ નથી. લોકો ફાલતૂ સમાચાર કેવી રીતે ફેલાવા લાગે છે તે મને ખબર નથી. હું અને કીકુ અા અંગે વાત પણ કરી રહ્યા હતા કે લોકોને ભાન નથી કે તેઅો શું કરે છે. મારી અને કીકુની પત્ની વચ્ચે ખૂબ જ સારા રિલેશન છે. અમે એકબીજાને ઘણા સમયથી અોળખીઅે છીઅે.

ભારતીના નવા શો કોમેડી દંગલમાં અનુ મલિક પણ જોવા મળશે. ભારતી અને અનુ મલિક બંને અલગ અલગ કળામાં પારંગત છે. અનુ મલિક અને ભારતી અા અનોખા કોમ્બિનેશનનો શો લાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અા પહેલાં ભારતી કૃષ્ણા અભિષેકના શોમાં જોવા મળતી હતી.

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન,”મને ભાજપમાં જોડાવાની મળી છે ઓફર”, પક્ષે વાતને નકારી

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરુને ભાજપ તરફથી ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.…

1 hour ago

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

3 hours ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

4 hours ago

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

4 hours ago

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને…

5 hours ago

મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું.…

6 hours ago