VIDEO: ભાજપનાં આક્ષેપોમાં કોઈ જ તથ્ય નથીઃ ભરતસિંહ સોલંકી

ગુજરાતઃ સીએમ વિજય રૂપાણીએ આતંકવાદી પકડાયા હતાં તેનાં પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેને મામલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વળતા નિવેદન આપતા સીએમ વિજય રૂપાણી પર પ્રહાર કરતા જણાવ્યું કે સીબીઆઇથી માંડીને તમામ એજન્સીઓ ભાજપ સરકારની છે. જો આતંકવાદીઓ હોય તો ફાંસીએ ચડાવો. રક્ષામંત્રાલય અને સુરક્ષા એજન્સીઓ ભાજપ પાસે છે. જે આતંકીઓ પકડાયા છે તેમની તપાસ કરી તેઓને સરકાર સજા કરે. ભૂતકાળમાં ભાજપ આતંકીઓને ઘર સુધી મુકવા ગઇ હતી. અહેમદ પટેલે કોઇને નોકરીએ રાખ્યા નથી. ભાજપનાં આક્ષેપોમાં કોઈ તથ્ય જ નથી.

ભાજપ પાસે તમામ સત્તા છે, તેઓ પુરી તપાસ કરે. અહેમદભાઇ પટેલ સંસ્થામાં ટ્ર્સ્ટી નથી. અહેમદ પટેલ તે હોસ્પિટલનાં ટ્રસ્ટી નથી. અને જો રાજ્યમાં આતંકી પ્રવૃતિ ચાલી રહી છે તો ગૃહ વિભાગ શું કરી રહ્યું છે. આતંકીઓને પકડીને કડકમાં કડક સજા કરો. દેશને એક રાખવા માટે કોંગ્રેસનાં નેતાઓએ બલિદાન આપ્યા છે. રાજનીતિ કર્યા વગર રાષ્ટ્રનીતિ કરો. સંસદ પર હુમલો થયો ત્યારે અટલ બિહારી પ્રધાનમંત્રી હતાં. ભાજપ આતંકીઓ સામે કેમ કોઇ કાર્યવાહી નથી કરતાં. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ કેમ આતંકીઓ ઝડપાય છે. આ ભાજપની પહેલેથી જ નીતિ રહી છે.

ભાજપ લોકોને અંદરો-અંદર લડાવવા માગે છે. જાતીવાદ પર ભાજપા ચૂંટણી લડવા માગે છે. ગુજરાતની જનતાને હું પ્રાર્થના કરૂ છું કે તમારે બારીકાઇથી આ તમામ ઘટનાઓને જોવી જોઇએ. આતંકીઓને ફાંસીની સજા આપો, કોંગ્રેસનું સરકારને સમર્થન છે. ભાજપે ચૂંટણીમાં સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી છે. ભાજપ તોડવાની દરેક પ્રકારની રાજનીતિ કરી રહી છે. ગુજરાતની જનતા પ્રામાણિક છે, સ્વાભિમાની છે. જનતા ભાજપનાં શાસનને સમજી ચુકી છે. આ લડાઇ ભાજપ અને ગુજરાતની જનતાની છે. ગુજરાતની જનતાને કોંગ્રેસનું હંમેશાં સમર્થન છે.

You might also like