SC-ST એક્ટ : સર્વણો દ્વારા ભારત બંધનું એલાન, કેટલાંક રાજ્યોમાં ધારા 144 લાગૂ

અનુસૂચિત જાતિ-જનજાતિ (એસસી-એસટી) સંશોધન અધિનિયમ વિરુધ્ધ સર્વણો સંગઠનો દ્વારા આજે ભારત બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે. બંધનું આહવાન સર્વણ સમાજ, કરણી સેના, સપાક્સ તેમજ કેટલાંક અન્ય સંગઠનો દ્વારા આપવામાં આવ્યું છે.

જો કે સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે ભારત બંધની અપીલ સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી છે જેની જવાબદારી કોઇપણ સંગઠને સ્વીકારી નથી. તેમ છતાં દેશના દરેક જિલ્લામાં પોલીસ અને પ્રશાસનને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યાં છે. બંધને ધ્યાનમાં રાખતા દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

કેટલાંક સ્થાનો પર ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. કોઇપણ હિંસાને કાબુમાં કરવા કડક અમલનો આદેશ આપવામાં આવ્યો છે. બંધને સમર્થન કરનારા સંગઠનોએ જણાવ્યું છે કે તેઓ જાતિ અને ધર્મના આધારે અનામતનો વિરોધ કરી રહ્યાં છે. ભારત બંધને ધ્યાનમાં રાખતા ઉત્તર પ્રદેશમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે મધ્યપ્રદેશના ત્રણ જિલ્લા મુરૈના, ભિંડ અને શિવપુરીમાં સુરક્ષાને લઇને 144 ધારા લાગુકરી દેવામાં આવી છે. જ્યારે રાજસ્થાનમાં સવર્ણ સમાજના કેટલાંક સંગઠનો દ્વારા ભારત બંધે સમર્થન આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં મોટાભાગના શૈક્ષણિક સંસ્થાઓએ બંધના એલાનને ધ્યાનમાં રાખી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે એસસી-એસટી સંશોધન વિધેયક 2018 દ્વારા મૂળભૂત કાનૂનને ધારા18એ સાથે જોડી દેવામાં આવશે. જેના લઇને જૂનો કાનૂન ફરી લાગુ થઇ જશે અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય રદ્દ થઇ જશે. આ મામલે કેસ દાખલ કરતા સાથે જ ધરપકડ તેમજ અગ્રિમ જમાનત નહી આપવાનું પ્રાવધાન છે. આરોપીઓને હાઇકોર્ટમાંથી જ નિયમિત જમાનત મળી શકશે. સર્વણ સંગઠનો આ પ્રાવધાનોનો વિરોધ કરી રહ્યાં છે.

divyesh

Recent Posts

શહેરનાં 2236 મકાન પર કાયમી ‘હેરિટેજ પ્લેટ’ લાગશેઃ ડિઝાઇન તૈયાર

અમદાવાદ: મુંબઇ, દિલ્હી જેવાં દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌રીટેજ સિટી જાહેર કરાયું છે…

13 mins ago

તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં…

20 mins ago

Stock Market : ત્રણ દિવસમાં રોકાણકારોના રૂ. 3.62 લાખ કરોડ ડૂબ્યા

નવી દિલ્હી: આ સપ્તાહની શરૂઆતથી જ ત્રણ દિવસ સુધી શેરબજાર સતત રેડ ઝોનમાં જોવા મળ્યું છે. ગઇ કાલે પણ સેન્સેક્સ…

24 mins ago

ખારીકટ કેનાલમાં CCTV કેમેરા લગાવ્યા પણ જુએ છે કોણ?

અમદાવાદ: ગત તા. ૧ મેથી તા. ૩૧ મે સુધી શહેરમાં રાજ્ય સરકારના સુજલામ સૂફલામ જળ અ‌િભયાન ૨૦૧૮ હેઠળ તળાવોને ઊંડા…

30 mins ago

LG હોસ્પિટલમાં જાવ તો મોબાઈલ ફોનનું ધ્યાન રાખજો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં ગંદકી જેવી સમસ્યા તો દર્દીઓને પરેશાન કરે છે પરંતુ હવે તો મોબાઇલ ચોરનો ઉપદ્રવ…

32 mins ago

શહેરમાં બેફામ વાહનચાલકોએ એક વર્ષમાં 142નો લીધો ભોગ

અમદાવાદ: જાહેર રસ્તાઓ પર ફૂલસ્પીડે વાહન ચલાવતા વાહનચાલકોએ છેલ્લા એક વર્ષમાં જ ૧૪ર લોકોનો ભોગ લીધો છે. જયારે ૪૩ લોકો…

34 mins ago