Categories: Gujarat

ખબરદાર, જો મફતમાં વધારે સોફ્ટ ડ્રિંક આપ્યું છે તો…!

અમદાવાદ : જંકફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. સ્વાદમાં ચટપટા લાગતા અને મોઢામાં પાણી લાવતા આ ખાદ્યપદાર્થોનું સેવન બીમારીઓ નોતરે છે. આવી જ એક બીમારી છે મેદસ્વિતા. મેદસ્વિતા માટે જંકફૂડ અને કોલ્ડ ડ્રિંક્સના ઉપયોગને જવાબદાર માનવામાં આવે છે.

આ જ કારણથી ફ્રાન્સની સરકારે અનલિમિટેડ કોલ્ડ્રિંક્સ પીરસવા પર સરકારે પ્રતિબંધ લાદી દીધો છે. સરકારે રેસ્ટોરાં, હોટેલ અને કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર કાયદો અમલી બનાવ્યો છે કે તેઓ ગ્રાહકોને મફ્ત અને વધારાનું કોલ્ડ્રિંક્સ નહીં પીરસે. ફ્રાન્સના લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ વધારે છે.

સરકારે ગયા વર્ષે હેલ્થ બિલ પાસ કર્યું અને કોલ્ડ્રિંક્સની ફ્રી રિફીલ ન આપવામાં આવે અને વધારે અને મફ્ત કોલ્ડ્રિંક્સ પીરસવા પર મનાઇ ફરમાવાઈ છે. સરકારની મનાઇના પગલે ફ્રાન્સની સોફ્ટ ડ્રિંક્સ કંપનીઓએ સ્ટોરમાં મૂકેલાં ફ્રી ડ્રિંક મશીન પાછાં ખેંચી લીધાં છે. ઘણી કંપનીઓએ ડ્રિંક કપમાં માઇક્રોચિપ્સ લગાવવાની શરૂ કરી છે.

જેથી ગ્રાહકો ડ્રિંક ફાઉન્ટેનમાંથી ડ્રિંક કપમાં ઓવરફીલ ન કરે. સરકારનું કહેવું છે કે ફ્રાન્સ જ નહીં ઘણાં દેશોમાં લોકોને સોફ્ટ અને કોલ્ડ ડ્રિંક પીવાની આદત હોય છે પણ મેદસ્વિતાના જોખમને ઘટાડવા માટે અસરકારક પગલાં લેવાં મહત્ત્વનું છે. લોકો પોતાના વ્યક્તિગત પગલાં લે છે અને સરકાર પોતાના સ્તરનાં પગલાં લે એ જરૂરી છે.

Navin Sharma

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

5 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

5 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

5 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

5 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

5 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

5 hours ago