Promo: હવે ‘માયા’ બનશે ‘જોયા’, ‘બેપનાહ’ સિરીયલનો પ્રોમો થયો રિલીઝ

0 125

કલર્સ ચેનલ પર એક નવો શૉ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં જેનિફર વિંગેટ અને હર્ષદ ચોપરા સ્ટાર તરીકે જોવા મળશે. આ સિરીયલનું નામ ‘બેપનાહ’ છે. આ સિરીયલનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

આ પ્રોમોની શરૂઆત જેનિફર અને હર્ષદથી જ થાય છે, જેમને જાણવા મળે છે કે તેમના પાર્ટનરે આત્મહત્યા કરી લીધી છે. 42 સેકન્ડનો આ વીડિયો ઘણો ઈમોશનલ છે. પ્રોમો પ્રમાણે બંનેના પાર્ટનરની આત્મહત્યા વખતે બંને જણા અજનબી તરીકે મળે છે.

સિરીયલમાં કહાની જોયા અને આદિત્યની છે. જોયાનું પાત્ર જેનિફર વિંગેટ અને આદિત્યનું પાત્ર હર્ષદ ચોપરા ભજવી રહ્યો છે. જેનિફર પોતાના રોલ વિશે જણાવતા કહે છે કે, ‘હું આ શૉ કરવા માટે ખૂબ ઉત્સાહિત છું અને ખુશ પણ. બેપનાહની કહાની ઈમોશનલ છે અને આ કહાની દર્શકોને પકડી રાખશે. હું મારા પાત્રને સ્ક્રીન પર બતાવવા માટે બેચેન છું અને હર્ષદની સાથે કામ કરવાની મજા આવશે.’

ઉલ્લેખનીય છે કે 32 વર્ષીય જેનિફરે પોતાના ટીવી કેરિયરની શરૂઆત કુસુમ સિરીયલથી કરી હતી. બાદમાં તેણે કસોટી જિંદગી કી, કહીં તો હોગા અને દિલ મિલ ગયે તેમજ સરસ્વતીચંદ્રમાં કામ કર્યું હતું. 2016-17માં તેણે ‘બેહદ’ સિરીયલમાં માયાનો રોલ કર્યો હતો. માયાના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.

loading...

Leave A Reply

Your email address will not be published.