PM નેતન્યાહૂ ગુજરાતના પ્રવાસે, જાણો કયો રસ્તો બંધ, ક્યાં અપાયું ડાયવર્ઝન?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલમાં ભારતની યાત્રાએ આવેલ છે. ત્યારે આજે તેઓ વડાપ્રધાન મોદી સંગ ગુજરાતની મુલાકાત લેશે. આજે બંને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો 10 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે.

એવામાં તંત્ર દ્વારા બંદોબસ્તના ભાગરૂપે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને તેના બદલે નવા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા એરપોર્ટ- ડફનાળાથી રિવરફ્રન્ટનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત RTO થી વાડજ સર્કલ સુધીનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે.

એવામાં હવે પૂર્વ વિસ્તારના લોકો મેમકોથી ગેલેક્સી અંડરબ્રિજ થઈને એરપોર્ટ પર જઈ શકશે. ગાંધીનગર જવા માટે SG હાઈવે અને વિસત ચાર રસ્તાનો ઉપયોગ કરી શકાશે. જો કે આ રસ્તાઓ બપોરે 12 વાગ્યા સુધી જ બંધ રહેશે અને ત્યારબાદ રાબેતા મુજબ ચાલુ થઈ જશે.

જાણો કયા રસ્તા બંધ અને કયા ચાલુઃ
– સુભાષબ્રિજથી શાહીબાગ જવાનો રસ્તો બંધ
– સુભાષબ્રિજથી વાડજ તરફનો રસ્તો બંધ
– રાવલ સર્કલથી વાડજ તરફ જઇ શકાશે
– વાડજ થઈ દધિચી બ્રિજ પરથી શાહીબાગ જઈ શકાશે
– રિવરફ્રંટને બદલે 132 ફૂટ રીંગ રોડ કે SG હાઈવેનો ઉપયોગ કરવો
– પૂર્વના લોકોએ નારોલ-નરોડા હાઈવેનો પણ ઉપયોગ કરવો

You might also like