ભારતમાં લોન્ચ થશે બેનેલી Leoncino 500, રોયલ એનફિલ્ડને આપશે ટક્કર

બેનેલી કંપનીએ ભારતમાં પોતાનું કામકાજ ઝડપથી શરૂ કરી દીધું છે. કંપની 2019ના અંત સુધીમાં 12 નવા મોડલ લોન્ચ કરશે. કંપની લગભગ દરેક સેગમેન્ટમાં પોતાની પ્રોડ્કટ લોન્ચ કરશે. એક અહેવાલ મુજબ Leoncino 500 શરૂઆતમાં લોન્ચ થનાર બાઇકમાંથી એક હોય શકે છે.

તેની સાથે કંપની એડવેન્ચર ટૂઅરર TRK 502 પણ લોન્ચ થઇ શકે છે. Leoncino 500 ત્રણ ટ્રિમ, સ્ટેન્ડર્ડ, ટ્રૈલ અને સ્પોર્ટમાં ઉપલબ્ધ છે. જો કે અત્યાર સુધી આ સામે આવ્યું નતી કે ભારતમાં કઇ ટ્રિમને લોન્ચ કરવામાં આવશે.

બેનેલી ભારતમાં પોતાના જૂના પાર્ટનર DSK મોટરવ્હીકલની સાથે મળીને Leoncino 500 scrambler ની લોન્ચિંગની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હવે આગળની તૈયારીઓ કંપની પોતાના નવા પાર્ટનર મહાવીર ગ્રુપ સાથે મળીને પૂર્ણ કરશે. તેનો લૂક ઓરિજનલ Leoncino જેવો જ છે.

તેમાં ફ્રન્ટ ફેડર પર મજેસ્ટિક લાયન મસ્કટ, કલાસિક અને મોર્ડન ફીચર્સ અને સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં એલઇડી, હેન્ડલેમ્પ, ટેલ લેમ્પ અને ટર્ન ઇન્ડિકેટર આપવામાં આવેલ છે. તે સિવાય તેમાં ફુલી ડિજિટલ ઇન્સ્ટુમેન્ટલ કલ્સ્ટર આપવામાં આવ્યો છે.

તેના ફ્રન્ટમાં ટેલીસ્કોપિક ફોર્ક અને રિયરમાં મોનોશોકની સાથે ટ્રેલિસ ફ્રેમ આપવામાં આવેલ છે. Leoncino 500 એન્જિનની વાત કરીએ તો તેમાં TRK 502વાળું એન્જિન આપવામાં આવેલ છે.

જેમાં 500cc લિકવિડ-ફૂલ્ડ પેરલલ ટિન એન્જિન લગવામાં આવ્યું છે જે 48 PS નું પાવર અને 45 Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 6-સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. જો કે કંપની તરફથી કીંમત અને લોન્ચિંગને લઇને કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

divyesh

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

10 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

11 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

12 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

13 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

14 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

15 hours ago