Categories: Health & Fitness

રોજ સવાર સાંજ કરો માત્ર આ 1 કસરત, થશે જોરદાર ફાયદા

જો ભૂખ બરાબર લાગતી હોય અને પૂરતી ઉંઘ પણ આવી જતી હોય તો આપણું શરીર સ્વસ્થ છે એવું કહી શકાય. સાથે જ ખોરાકમાંથી પૂરતું પોષણ પણ મેળવી લે છે. આજના વધુ પડતી સુખસગવડોવાળા આરામપ્રિય જીવનમાં રોજિંદા કામ આધુનિક સાધનો દ્વારા થઇ જતાં હોવાથી જીવનમાં શારીરિક શ્રમ કે મહેનતનું પ્રમાણ સાવ ઘટતું જઈ રહ્યું છે. એવામાં આજે અમે તમને એક એવી સૌથી સરળ કસરત વિશે જણાવીશું.

મગજ, કરોડરજ્જુ, ફેફસાં, હૃદય, આંતરડા, લીવર, કિડની જેવા નાજુક અંગોને આપણે હલાવી ચલાવી કે કસરત કરાવી શકતા નથી. તેના ઉકેલ રૂપે કુદરતે થીશરીરના નાજુક અંગોને મદદરૂપ થવા આપણા હાથ અને પગને ઉચ્‍ચાલનવાળી ટેક્નીક આપેલી છે. તે દૈનિક કામકાજ દરમ્‍યાન કે કસરતો દરમ્‍યાન હાથ અને પગનું હલન ચલન થાય ત્‍યારે શરીરના સ્‍નાયુઓ, અંગો, ગ્રંથિઓ, સાંધાઓ અને લોહી રીચાર્જ થવા લાગે છે.

પગના હલન ચલન દરમ્‍યાન પગના પંજાથી ઉપર છેક હૃદય અને ફેફસા સુધીના સ્‍નાયુઓ, અંગો, ગ્રંથિઓ, સાંધાઓ રીચાર્જ થવા લાગે છે.

પગનું હલન ચલન કરવા બન્ને હાથને ફરજીયાત આગળ પાછળ લઇ જવા પડતા હોવાથી બન્ને હાથની એક્ટિવિટીને કારણે ખભાથી નીચે થાપા સુધીના ભાગમાં આવેલ સ્‍નાયુઓ, સાંધાઓ, અંગો, અને ગ્રંથિઓનું હલન ચલન થવા લાગે છે.

હાથ અને પગના હલન ચલન દરમ્‍યાન બન્ને ખભાનું પણ ફરજીયાત હલન ચલન થવાને કારણે ડોકના સ્‍નાયુઓ મગજ, ગ્‍લેન્‍ડ, આંખ, કાન, નાક જેવા અવયવો અને તેના સ્‍નાયુઓ પણ રીચાર્જ થવા લાગે છે

વોકિંગ દરમ્‍યાન હાથ અને ખભાનું હલનચલન અટકાવવાનો પ્રયત્‍ન કરીએ તો શરીરને આગળ ધકેલવામાં વધુ શ્રમ પડે છે. શરીર વજનવાળુ લાગે છે અને થાકી જવાય છે.

ઉત્‍સાહમાં આવી જઇ આપણી સામાન્‍ય ચાલથી મોટા પગલાં ભરી ચાલવાથી શરીરના સાંધા, સ્‍નાયુઓ અને અંગો પર તેની વિપરીત અસર થાય છે તેમજ શરીરને વધારે શક્તિ વાપરવી પડે છે.

હળવાશથી, સહજતાથી પગના હલનચલન સાથે વિરૂધ્‍ધ દિશાના હાથ અને ખભાને લોલકની જેમ ઝુલાવતા રહીએ એટલે શરીર આપમેળે સરકતું જાય છે અને કુદરતી રીતે જ આપણા પગની લેન્‍થ મુજબના ડગલા ભરાય છે.

કસરતો વિશે થતાં રહેતા નવા શંશોધનો પ્રમાણે દરરોજ નિયમિતપણે કસરત/વોકિંગ થાય તે ઘણું સારૂ છે પણ સંજોગોને કારણે નિયમિતતા ન જળવાય તો એકકાંતરા કે બે જ દિવસ કે સપ્તાહમાં માત્ર એક જ દિવસ કસરત કરી શકાય તો પણ તેમાં પણ ફાયદો કરી શકે છે.

વોકિંગ એકસરસાઇઝ ભૂખ્‍યા પેટે સવાર સાંજમાંથી કોઇ પણ સમયે કરી શકાય. નિયમિત ત્રણ કિલોમીટર ચાલવાની કસરત સ્‍વાસ્‍થ્‍ય જાળવવા પૂરતી છે તેમાં
શરૂઆતના અને અંતના એક એક કિલોમીટર સામાન્‍ય ઝડપ રાખી ચલાય અને વચ્‍ચેના એક કિલોમીટર બ્રીસ્ક વોકિંગ (ઉતાવળે) ચલવાથી શરીરને ઓછો શ્રમ આપીને વધુ સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે.

Krupa

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

10 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

10 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

11 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

13 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

14 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

14 hours ago