દિવસ દરમ્યાન સ્માર્ટફોન 30 મીનિટ બંધ રાખો અને જોવો ફાયદો

આજકાલ પ્રત્યેક યુઝરે પોતાના સ્માર્ટફોન સાથે ચોંટી રહેવાની આદત થઇ ગઈ છે. પરંતુ એક્સેલિઓન કંપનીનાં સીઈઓ યોર્ગન એડહોલ્મે દિવસમાં કમસેકમ ૩૦ મિનીટ સ્માર્ટફોન બંધ રાખવાની સલાહ આપી છે. એક્સેલિઓન કંપની મોબાઈલ માટે સિક્યોર ફાઈલ શેરીંગનું કામ કરે છે.

દિવસમાં ૩૦ મિનીટ માટે ફોન બંધ રાખવાના ઘણાં ફાયદા જણાવ્યા છે. તેમનું કહેવું છે, સ્માર્ટફોન મેઈન્ટેનન્સથી લઈને યુઝરની હેલ્થ સુધી ઘણી જ અસર પાડે છે. તે સિવાય કેટલાક હેલ્થ એક્સપર્ટનું પણ કહેવું છે કે, દિવસમાં ૩૦ મિનીટ પણ તમે ફોન બંધ રાખો છો તો તમને ઘણાં જ ફાયદા થશે.

બેટરી લાઈફ વધશે
સ્માર્ટફોનને બંધ કરવા અથવા તેને હાઈબર્નેટ મોડ પર રાખવાથી બેટરી લાઈફ પર અસર પડે છે. એવું કરવાથી બધી બેકગ્રાઉન્ડ એપ્સ એક વખત બંધ થઇ જાય છે. તેના લીધે સ્માર્ટફોનની બેટરી બચે છે.

મગજ શાંત રહેશે
મગજ ક્યારેય પણ મલ્ટીટાસ્ક નથી થતું પરંતુ તે કેટલાક કામો વચ્ચે સ્વિચ કરે છે. તેવામાં સ્માર્ટફોન કેટલાક સમય માટે બંધ કરવાથી મગજને શંતિ મળે છે.

ઓવરહિટીંગ નહી થાય
તમારા મોબાઈલ ફોનમાં જો ઓવરહિટીંગની સમસ્યા છે તો તેના ઘણા કારણ હોઈ શકે છે. તેવામાં હેન્ડસેટ જો વધારે ગરમ થઈ જાય છે તો કેટલાક સમય સુધી તેને બંધ કરી દેવો એક સારો ઉપાય છે.

કોન્સન્ટ્રેશન વધે
એક રિસર્ચ મુજબ, ૬૧ ટકા સ્માર્ટફોન યૂઝર્સ નોટિફિકેશન જોયા વગર રહી નથી શકતા. આ જ કારણ છે કે તમારા બીજા કોઈ કામ માટે કોન્સન્ટ્રેશન નથી થઇ શકતું. તેવામાં ફોનને કેટલાક સમય માટે બંધ કરી દો. જેનાથી તમારી કોન્સન્ટ્રેશન વધશે.

સ્માર્ટફોન સારી રીતે વર્ક કરશે
જો તમારો સ્માર્ટફોન ચોંટે છે અને તમારા ફોનની સ્પીડ ધીમી થઇ ગઈ છે તો સ્માર્ટફોન સારી રીતે કામ નહી કરે. તેવામાં જો તમે ફોન બંધ કરવા માંગતા નથી તો ફોનને રીબૂટ કરી લો. આવું કરવાથી સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ બંધ થઇ જશે અને બધા જ અપડેટેડ ફીચર્સ સારી રીતે કામ કરવા લાગશે.

 

Krupa

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

17 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

17 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

17 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

17 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

17 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

17 hours ago