જો તમારે ખીલ અને કરચલીઓથી મેળવવો છે છુટકારો, તો દરરોજ કરો કસરત

તમે જો દરરોજ કસરત કરશો તો તે તમારા શરીર માટે ઘણું ફાયદાકારક છે. દરરોજ જિમમાં અથવા બગીચામાં પરસેવો વહેડાવવો એ આપનાં શરીરનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેમ કે પરસેવાનાં માધ્યમ દ્વારા શરીરનાં વિષાક્ત તત્વો બહાર નીકળતા જ અનેક ઘાતક બીમારીઓથી આપ દૂર રહી શકો છો. ત્યાં જ બીજી બાજુ એનર્જીને ગરમ કરી આપણાં શરીરની ફિટનેસ પણ એકદમ સંતુલિત અવસ્થામાં જળવાઇ રહે છે.

આ સિવાય પણ કસરતનાં અનેક ફાયદા છે પરંતુ અમે આપને જે ફાયદાઓ વિશે વાત કરી રહ્યાં છીએ તે આપનાં લુક અને બ્યૂટીને લઇને છે. કસરત કરવાંથી માત્ર આપને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનો લાભ જ નથી મળતો પરંતુ આનાં કારણે આપની સુંદરતામાં પણ વધારો થાય છે. તો આવો જાણીએ કેવી રીતે….

1. તુરંત ચમકતી ત્વચાઃ
આપ જ્યારે પણ કસરત કરતા હોવ ત્યારે આપનું હ્રદય ઘણી તેજીથી ધડકવા લાગે છે. જેનાંથી આપનાં શરીરનાં દરેક ભાગમાં લોહીનો પ્રવાહ વહેવા લાગે છે. આવી અવસ્થામાં આપની ચામડીને વધારે સરસ ઑક્સીજનેટેડ લોહીનો પુરવઠો હોય છે. આનાં કારણે આપની ચામડી ગ્લો કરવા લાગે છે.

2. કરચલીઓથી છુટકારોઃ
દરરોજ કસરત કરવાંથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર નિયંત્રિત રહે છે. કોર્ટિસોલની અધિકતા સીબમ પ્રોડક્શનને વધારવાનું કામ કરે છે જેને કારણે રિંકલ્સ થાય છે. એવામાં દરરોજ જો કસરત કરવામાં આવે તો આનાંથી સીબમનું ઉત્પાદન ઓછું થાય છે કે જે રિંકલ્સને ઓછાં કરવામાં મદદ કરે છે.

3. ખીલથી છુટકારોઃ
નિયમિત રીતે જો વ્યાયામ કરવામાં આવે તો તે શરીરમાં લોહીનાં પરિભ્રમણને વધુ અસરકારક બનાવે છે. આનાં લીધે લોહીનાં માધ્યમથી પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન ત્વચાને પ્રાપ્ત થાય છે. આનાં સિવાય વ્યાયામથી શરીરની અંદર રહેલા વિષાક્ત તત્વ પણ બહાર નીકળી આવે છે કે જે શરીર માટે ફાયદાકારક છે. કસરત દ્વારા નીકળતો પરસેવો એ રોમછિદ્રોને બિલકુલ સાફ રાખે છે. ને આ બધી જ બાબત તમારી ચામડી પર થતી કરચલીઓને થતી રોકે છે.

4. વાળ માટે જરૂરીઃ
કસરતનાં કારણોસર બ્લડ ફ્લોમાં પણ ઘણો સુધારો થઇ શકે છે કે જે તમારા વાળની વૃદ્ધિ અને મજબૂતિમાં મદદ કરે છે. કસરત આપનાં તણાવને પણ દૂર કરે છે કે જે વાળને ખરતા અટકાવવા માટે પણ ઉપયોગી બને છે.

You might also like