SEXનો આનંદ લેવા લૂબ્રિકેંટ્સનો ઉપયોગ કરો છો, તો આટલું રાખો ધ્યાન, નહી તો…

એમાં કોઈ શંકા નથી કે, લૂબ્રિકેંટ્સનો ઉપયોગ તમારી સેક્સલાઈફમાં ચાર ચાંદ લગાવશે. તમે ભલે માત્ર ચિકનાહટ માટે, વધારે ઉત્તેજના માટે, સુખાપન દુર કરવા માટે, કે પછી ફક્ત પ્રયોગ કરવા માટે તેનો ુપયોગ કરવા માંગતા હોય, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ લૂબ્રિકેંટ્સ છે. પરંતુ આને તમારી સેક્સ લાઈફમાં ઉપયોગ કરતા પહેલા તમારે કેટલીક જરૂરી વાતો જાણી લેવી જોઈએ.

પહેલીવાત એ છે કે, આનો ઉપયોગ કરવાનો મતલબ એવો નથી થતો કે, તમારા વજાઈનમાં કોઈ સમસ્યા છે. તમે તમારા શરીરને વધારે જાણો છો અને તમને પુરો અધિકાર છે કે, તમે તમારી સેક્સ લાઈફનો પુરી રીતે આનંદ લો.

કોઈ પણ પ્રકારનો લૂબ્રિકેંટ્સ ખરીદતા પહેલા એ જાણવું જરૂરી છે કે, માર્કેટમાં કેટલા પ્રકારના લૂબ્રિકેંટ્સ ઉપલબ્ધ છે. આમ તો, ઉત્તેજના પેદા કરે તેવા, ફ્લેવર્સ, ઓઈલ અને વોટર બેસ્ટ અને લૂબ્રિકેંટ્સ બજારમાં ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરાયાત પ્રમાણે તેની પસંદગી કરી શકો છો.

અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે, વધારે પડતો લૂબ્રિકેંટ્સનો ઉપયોગ કરવાથી સેક્સ સમયે થતું ઘર્ષણ સમાપ્ત થઈ જશે. જેથી તમને કે તમારા સાથીને આનંદ નહીં આવે. એટલા માટે જરૂરી છે કે, પહેલા થોડી માત્રામાં લગાવો અને જરૂર પડે ત્યારે તેનો વધારે માત્રામાં ઉપયોગ કરો.

કોઈપમ લૂબ્રિકેંટ્સનો ઉપયોગ કરતા સમયે, તમને ખબર હોવી જોઈએ કે, તમને કઈ કઈ ચીનોની એલર્જી છે. આ પહેલા તમને કોઈ પણ લૂબ્રિકેંટ્સનો ઉપયોગ કરતા સમયે તમારી સ્કિન પર તેનો ટેસ્ટ કરી લો. જો તમને બળતરા થાય કે, ચામડી લાલ થઈ જાય તો, તેનો ઉપયોગ ટાળવો જોઈએ.

કોન્ડમ ઉપર તમારે ફ્કત વોટર બેસ્ડ લૂબ્રિકેંટ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈ અન્ય પ્રકારનો લૂબ્રિકેંટ્સનો ઉપયોગ કરવાથી કોન્ડમ ફાટવાનો ભય રહે છે.

You might also like