OPECની બેઠક પૂર્વે શેરબજારમાં સુસ્તી જોવાઈ

અમદાવાદ: ઓપેકની બે દિવસની બેઠક પૂર્વે શેરબજારમાં સાવચેતીની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે સેન્સેક્સ સાધારણ ૧૮ પોઇન્ટના સુધારે ૩૫,૫૬૫, જ્યારે નિફ્ટી પાંચ પોઇન્ટના સુધારે ૧૦,૭૮૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે ત્યાર બાદ બજારમાં વેચવાલીના પગલે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સમાં આઠ પોઇન્ટનો, જ્યારે નિફ્ટીમાં છ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગની ચાલ જોવા મળી હતી, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં શુષ્ક ચાલ નોંધાઇ હતી. બેન્ક નિફ્ટી ૪૭ પોઇન્ટના સુધારે ૨૬,૬૦૦ની સપાટી ક્રોસ કરી ૨૬,૬૦૪ની સપાટીએ જોવા મળી હતી.

આજે શરૂઆતે આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ, કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૦.૫૦થી ૧.૬૦ ટકાનો સુધારો જોવાયો હતો, જ્યારે ગેઇલ, પાવર ગ્રીડ, ડો.રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી.

બેન્ક ઓફ બરોડા-બેન્ક ઓફ મહારાષ્ટ્રના શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ
જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ મહારાષ્ટ્રના ચેરમેન સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓની ધરપકડ થતાં આ બેન્કના શેરમાં મોટાં ગાબડાં પડ્યાં છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રનો શેર બાવન સપ્તાહની નીચી રૂ. ૧૨.૫૦ની સપાટીએ પહોંચી ગયો હતો. એ જ પ્રમાણે બેન્ક ઓફ બરોડાનો શેર પણ બાવન સપ્તાહની નીચી સપાટીએ આજે જોવા મળ્યો હતો. આજે શરૂઆતે આ શેર રૂ. ૧૨૪.૧૦ની બાવન સપ્તાહની નીચી સપાટીએ જોવા મળ્યો હતો.

ઓઈલ એન્ડ ગેસ શેર ડાઉન

બીપીસીએલ ૦.૩૫ ટકા
કેસ્ટ્રોલ ૦.૫૬ ટકા
ગેઈલ ૧.૨૦ ટકા
એચપીસીએલ ૦.૫૨ ટકા
ઈન્ડિયન ઓઈલ કોર્પો. ૦.૩૬ ટકા
ઓએનજીસી ૦.૫૫ ટકા
You might also like