Befikre પબ્લિક રિવ્યૂ

યંગસ્ટર્સને લાગી બોલ્ડ અને બ્યુટીફુલ

ફિલ્મનો ફર્સ્ટ હાફ એન્ટરટેઇનિંગ છે. ફિલ્મમાં આદિત્ય ચોપરાએ શાનદાર નિર્દેશન કર્યું છે.ફિલ્મમાં રણવીરસિંહ અને વાણી કપૂરની એક્ટિંગ મને વધુ પસંદ પડી. જ્યારે ફિલ્મની સ્ટોરી ભરપૂર ડ્રામાવાળી સ્ટોરી છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.મેગા પટેલ, ભૂયંગદેવ

ફિલ્મમાં અરિજિતનું નશે સી ચઢ ગઈ સુપરહિટ ગીત મને વધારે પસંદ પડ્યું છે. રોમેન્ટિક ફિલ્મ છે, ફિલ્મમાં વાની અને રણવીરની જોડી પણ ફ્રેશ છે અને બંનેની ઓન-સ્ક્રિન કેમિસ્ટ્રી સુપર હોટ છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.રિદ્ધિ રાવલ, બોપલ

‘બેફિક્રે ફિલ્મ મને રોમેન્ટિકની સાથે-સાથે કોમેડી પણ લાગી. ફિલ્મમાં રણવીરસિંહની એકટિંગ શાનદાર છે, સાથે તેેમાં આપવામાં આવેલા કેટલાક ડાયલોગ હસાવી દે તેવા છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.રીતુ આચાર્ય, સાયન્સ સિટી

ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ ક્લાસિક છે ફિલ્મમાં દિલ્હીના ટિપિકલ યુવાનના રોલમાં રણવીર પોતાના રોલમાં પરફેક્ટ લાગે છે, પણ વાણીએ એક્ટિંગ સારી કરી છે બેફિક્રે અત્યાર સુધીની સૌથી બોલ્ડ સિન ફિલ્મ છે, હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.આશુતોષ પટેલ, કૃષ્ણનગર

ફિલ્મની રજુઆત અદ્ભુત છે. સિનેમેટોગ્રાફી લાજવાબ છે જ્યારે ઇન્ટરવલ બાદ સ્ટોરીમાં થોડું ટ્વિસ્ટ પણ જોવા મળે છે. ફિલ્મમાં ભરપૂર કોમેડી છે એક્ટિંગ બન્ને કો-સ્ટારની સારી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.શ્રદ્ધા અવસ્થી, ઇસનપુર

ફિલ્મમાં રણવીર અને વાણીએ ઘણી કિસ કરી છે. રણવીર અને વાણીએ ઘણું સારું કામ કર્યું છે ફિલ્મમાં પેરિસનાં લોકેશન સુંદર, કોમેડી લાજવાબ ગીતો પણ ઘણાં જ પસંદ આવ્યાં. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.વિવેક મહેતા, નવા નરોડા

You might also like