Categories: Entertainment

ફિલ્મ રિવ્યું : ‘બેફિક્રે’

નિર્માતા-નિર્દેશક અાદિત્ય ચોપરાની ફિલ્મ ‘બેફિક્રે’માં રણવીરસિંહ અને વાણી કપૂર છે. ફિલ્મનાં ગાયક-ગાયિકા પાપોન, અરજિતસિંહ, બેની દયાલ, નિખિલ ડિસોઝા, હર્ષદીપ કૌર અને ગિપ્પી ગ્રેવાલ છે. ૮ વર્ષના લાંબા અંતરાલ બાદ નિર્દેશક અાદિત્ય ચોપરા એક વાર ફરી દર્શકોની સામે અાવ્યા છે. તે પણ એકદમ નવા પ્રકારની બોલ્ડ રોમે‌િન્ટક ફિલ્મ ‘બેફિક્રે’ લઈને. અત્યાર સુધી યશરાજના બેનરમાં એવી ફિલ્મો બનતી હતી, જેમાં પારિવારિક મૂલ્યોને પ્રાથમિકતા અપાતી હતી, પરંતુ અા વખતે અા બેનર એવી ફિલ્મ લઈને અાવ્યું છે, જેની ટેગલાઈન છે ‘ધોઝ હું ડેર ટુ લવ’ અા ફિલ્મમાં ૨૩ કિસિંગ સીન અને ઘણા બધા ઇ‌િન્ટમેટ ફિલ્મ છે. અાદિત્યની નિર્દેશકના રૂપમાં અા ચોથી ફિલ્મ છે.

‘બેફિક્રે’ની કહાણી અાધુનિક સમયના એવા બેપરવા લોકોની છે, જેઅો પ્રેમ અને લગ્ન જેવી જૂની પરંપરા ઉપર િવશ્વાસ રાખતા નથી. અાજના યુવાનો કે જેમને લાગે છે કે પ્રેમનો અહેસાસ માત્ર અેવા જ લોકોઅે કરવો જોઈઅે, જેમનામાં પ્રેમ કરવાની હિંમત હોય, કેમ કે પ્રેમ અને સંબંધો તૂટતાં ખૂબ જ દુઃખ થાય છે.

ધર્મ (રણવીરસિંહ) દિલ્હીનો રહેવાસી છે. તે સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તે પોતાના મિત્રના ‌ડેલ્હી-બેલી નામની કોમેડી ક્લબમાં પર્ફોર્મન્સ માટે પેરિસ જાય છે. તે અા ક્લબમાં પર્ફોર્મન્સ કરે છે અને વિજેતા જાહેર થાય છે. મસ્ત સ્વભાવનો ધર્મ જેટલા દિવસ પેરિસમાં રહે છે તે દરેક ક્ષણ અાનંદથી જીવી લેવા માગે છે. અા દરમિયાન તેની મુલાકાત સ્વચ્છંદી સ્વભાવની સાયરા (વાણી કપૂર) સાથે થાય છે. સાયરા ભારતીય મૂળની છે, પરંતુ પેરિસમાં જન્મી છે અને ઊછળી છે. તે પેરિસમાં ગાઈડનું કામ કરે છે અને ભારતીય પર્યટકોને ફ્રાન્સની સુંદરતાનાં દર્શન કરાવે છે. સાયરાના જિંદગી જીવવાના મસ્ત અને બિનધાસ્ત અંદાજથી ધર્મ પ્રભાવિત થાય છે. અા બંને પ્રેમમાં ભાવુક થવા ઇચ્છતાં નથી, પરંતુ માત્ર જિંદગીની મજા લેવા ઇચ્છે છે. •
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 hours ago