મહારાષ્ટ્રમાં એકલા હાથે BJP લડી શકે છે ચૂંટણી, અમિત શાહે આપ્યા સંકેત

થોડા દિવસ અગાઉ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેના એ ભાજપથી કિનારો કરતાં હવે ભાજપે પણ મહારાષ્ટ્રમાં એકલા હાથ ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી છે. આ અંગેનો સંકેત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધતા આપ્યો હતો.

એક અહેવાલ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનથી દૂર રહેવાના શિવસેનાના નિર્ણયથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારાજ છે. અમિત શાહે અવિશ્વાસના પ્રસ્તાવના એક દિવસ અગાઉ શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો.

ત્યારબાદ એવી શક્યતા બતાવામાં આવી હતી કે શિવસેના સરકારને સમર્થન આપશે. અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેનાના વલણથી નારાજ અમિત શાહે મુંબઇમાં મહારાષ્ટ્રના ભાજપના નેતાઓને જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી શિવસેનાનું જેવું વલણ છે તે જોતા આપણે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવી પડે તેવી શક્યતા છે.

જેને લઇને આપણે 48 લોકસભાની બેઠક માટે તૈયારી કરવી પડશે. ઉલ્લેખનીય છે અવિશ્વાસ પ્રસ્તાવ પરના શિવસેનાના વલણથી અમિત શાહે નારાજગી દર્શાવી હતી. અમિત શાહે મહારાષ્ટ્ર ભાજપના નેતૃત્વને કહ્યું છે દરેક 48 બેઠક પર લોકસભાના પ્રભારીની નિમણૂંક જલ્દી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે શિવસેનાએ પહેલા જ જાહેરાત કરી છે કે 2019માં પોતાના દમ પર ચૂંટણી લડશે. અવિશ્વાસ પ્રસ્તાવથી થોડા સમય પહેલા જ શિવસેનાએ મોદી સરકારને સમર્થન નહી કરવાનો નિર્ણય કર્યો હતો.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

2 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

2 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

2 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

3 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

3 hours ago