હેડફોન કે ઈયરફોન ખરીદતાં પહેલા આટલું ચોક્કસથી ધ્યાન રાખો

હાલના સમયમાં સ્માર્ટફોન જેટલો જરૂરી છે, તેટલી જ તેની એસેસરિઝ પણ જરૂરી થઈ ગઈ છે. આ ખાસ એસેસરિઝમાં હેડફોન અને ઈયરફોન પણ સામેલ છે.
મોટાભાગના સ્માર્ટફોનની સાથે ઈયર ફોન હોય જ છે.

જો કે ઈયર ફોનના કારણે ઘણા લોકો બહેરા થયા હોય તેવા અનેક સમાચારો આપણને પ્રાપ્ત થાય છે. જેનું કારણ ઈયરફોન ખરીદતી વખતે ન રાખવામાં આવતી કાળજી છે. હેન્ડ્સ ફ્રી ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો નુકશાનથી બચી શકાય છે.

ઈયરફોનનું ડેસિબલ ચેક કરો
સ્ટોનબ્રુક ફાઉન્ડેશન પ્રમાણે, 85 ડેસિબલથી નીચેનો અવાજ જ કાન માટે સુરક્ષિત છે. તેનાથી વધુ અવાજ ઈયરફોનમાં સાંભળવાથી નુકશાન થાય છે. હવે ઈયરફોન ખરીદતા પહેલા ફ્રીંકવન્સી ચેક કરી લેવી.

નૉઈસ કેન્સિલેશન
કોઈ ઈયરફોન અથવા હેડફોન ખરીદતા પહેલા તેનું નૉઈસ કેન્સિલેશન ચેક કરવું જોઈએ. નૉઈસ કેન્સિલેશન ઈયરફોન અથવા હેડફોનના ઉપયોગ દરમ્યાન બહારનો અવાજ પણ તમારા કાન સુધી પહોંચે છે. કોઈપણ મ્યૂઝિક વગર પણ હેડફોનમાં બહારનો અવાજ ન આવતો હોય તો તમારો હેડફોન અને ઈયરફોન સારો છે, તેવું જાણવું.

હેડફોન ડ્રાઈવર
હેડફોન ખરીદતી વખતે ડ્રાઈવરનો પણ ખ્યાલ રાખો. ડ્રાઈવર જ હેડફોનને મળનાર સિગ્નલને સાઉન્ડમાં કન્વર્ટ કરે છે. બજારમાં ડ્રાઈવર સાથે હેડફોન ઉપલબ્ધ હોય છે. જેમાં ડાયનામિક ડ્રાઈવર, પ્લેનર મેંજેટિક ડ્રાઈવર સામેલ છે.

ઈયરફોન કરતાં હેડફોન વધુ સારો
ટેકનિકલ એક્સપર્ટ પ્રમાણે, જો તમે મ્યૂઝિક સાંભળવાના શોખીન હોવ તો તમે હેડફોનનો ઉપયોગ કરો તે વધારે સારું છે. કારણ કે હેડફોનનો ફાસ્ટ અવાજ તમારા કાનને ઈયરફોન કરતાં ઓછું નુકશાન પહોંચાડે છે.

You might also like