Categories: Sports

IPLફિક્સિંગ મુદ્દે અજીત ચંદેલા પર આજીવન હિકેન શાહ પર 5 વર્ષનો પ્રતિબંધ

મુંબઇ : 2013નાં આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મુદ્દે હરિયાણાનાં ઓફ સ્પિનર અજીત ચંદીલા પર બીસીસીઆઇ દ્વારા આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બીસીસીઆઇનાં એક અન્ય આરોપી મુંબઇનાં બેટ્સમેન હિકેન શાહ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. સોમવારે મુંબઇમાં બીસીસીઆઇની અનુશાસન સમિતીની બેઠક બોલાવવામાં આવી હતી. અધ્યક્ષ શશાંક મનોહરની અધ્યક્ષતાવાળી સમિતીનાં સભ્યોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને નિરંજન શાહનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે એક અન્ય આરોપી પાકિસ્તાની એમ્પાયર અસદ રઉફને 12 ફેબ્રુઆરીએ સજા ફટકારવામાં આવશે. તેને જવાબ આપવા માટે 9 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ચંદીલા રાજસ્થાન રોયલ્સ માટે રમત દરમિયાન સ્પોટ ફિક્સિંગ મુદ્દે દોષીત જાહેર થયો હતો. તેનાં પર લાંચ લેવી, ફિક્સિંગ, ફિક્સિંગ કરીને ખરાબ પ્રદર્શન કરવું અને સાથી ખેલાડીઓનો સટ્ટેબાજી માટે સંપર્ક કરવાનો આરોપ હતો. બીસીસીઆઇ સચિવ અનુરાગ ઠાકુરે કહ્યું કે તેને બીસીસીઆઇની ભ્રષ્ટાચાર નિરોધક આચાર સંહિતાની કલમ 2.1.1, 2.1.2, 2.1.3, 2.1.4, 2.2.2, 2.2.3, 2.4.1 હેઠળ દોષીત જાહેર કરવામાં આવ્યો છે.

અનુરાગે કહ્યું કે ચંદીલા બોર્ડ અથવા તેનાં સભ્ય એકમો દ્વારા આયોજીત કોઇ પ્રકારની ગતિવિધિઓમાં આજીવન ભાગ નહી લઇ શકે. ઠાકુરે કહ્યું કે બીસીસીઆઇનું લક્ષ્ય ક્રિકેટને પવિત્ર અને સ્વચ્છ રાખવાનું છે. કોઇ પણ પ્રકારનાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ બેટ્સમેન શાહ પર સ્થાનિક સર્કિટમાં મુંબઇનાં એક સાથી ખેલાડીને ભ્રષ્ટાચારની ઓફર આપવાનો આરોપ છે. ઠાકુરે કહ્યું કે તેને બીસીસીઆઇની ભ્રષ્ટાચારની આચાર સંહિતા 2.1.1, 2.1.2, 2.1.4 હેઠળ દોષીત જાહેર કરવામાં આવ્યો છે. તે પાંચ વર્ષ સુધી ક્રિકેટનાં કોઇ પણ ફોર્મેટ કે બોર્ડની ગતિવિધિમાં ભાગ નહી લઇ શકે.

Navin Sharma

Recent Posts

10 નવેમ્બર સુધીમાં ઉડાડી દઇશું યૂપીનાં અનેક રેલ્વે સ્ટેશનઃ લશ્કર-એ-તૈયબા

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં નામથી અંબાલા રેલ્વે સ્ટેશન ડાયરેક્ટરને પત્ર મોકલીને સહારનપુર રેલ્વે સ્ટેશન અને શાકંભરી દેવી મંદિર સહિત યૂપી, હરિયાણાનાં…

50 mins ago

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

3 hours ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

3 hours ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

4 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

4 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

5 hours ago