Categories: Sports

શેનની શેખીઃ BCCI પાસે એટલા પૈસા નથી કે મને કોચપદે નિયુક્ત કરે

લંડનઃ ઓસ્ટ્રેલિયાનાે ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વોર્ન ફરી એક વાર સમાચારોમાં ઝળક્યો છે. એક અખબારને આપેલા ઇન્ટર્વ્યૂમાં શેન વોર્ને કહ્યું કે મારી ફી એટલી વધુ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ તેને કોચ તરીકે નિયુક્ત કરી નહીં શકે. ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમ ઇન્ડિયાના વર્તમાન કોચ અનિલ કુંબલેનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. બીસીસીઆઇએ નવા કોચ માટે આવેદન મગાવ્યાં છે. કોચની રેસમાં વીરેન્દ્ર સેહવાગ, લાલચંદ રાજપૂત, ટોમ મૂડી અને ખુદ અનિલ કુંબલેનું નામ પણ સામેલ છે.

ટીમ ઇન્ડિયાના નવા કોચ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં વોર્ને કહ્યું, ”એમાં કોઈ શક નથી કે મેદાન પર મારી અને કેપ્ટન વિરાટ કોહલીની પાર્ટનરશિપ સારી રહી શકે, પરંતુ બીસીસીઆઇ પાસે એટલા પૈસા નથી કે તે મને અફોર્ડ કરી શકે.”

શેન વોર્ન દુનિયાના એ બોલર્સમાંનો એક છે, જેણે ટેસ્ટ અને વન ડેમાં મળીને ૧૦૦૦થી વધુ વિકેટ પોતાના નામે નોંધાવી છે. વોર્ને ૧૪૫ ટોસ્ટમાં ૨.૨૬ના ઇકોનોમી રેટથી ૭૦૮ વિકેટ, જ્યારે ૧૯૪ વન ડેમાં ૪.૨૫ના ઇકોનોમી રેટથી ૨૯૩ વિકેટ ઝડપી છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

40 mins ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

1 hour ago

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

2 hours ago

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને…

3 hours ago

મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું.…

4 hours ago

કોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ પર ખેલરત્ન, 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશને ‘ઠેંગો’!

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રમત પુરસ્કાર એટલે કે 'રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર' માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરાઈ છે. આ…

4 hours ago