VIDEO: પ્રિયંકાની ફિલ્મ ‘બેવોચ’નું ત્રીજું ટ્રેલર રિલીઝ

નવી દિલ્હી: પ્રિયંકા ચોપડાની હોલીવુડ ફિલ્મ બેવોચનું ત્રીજું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરને જોઇને પ્રિયંકાના ચાહકોને થોડી ખુશી જરૂરથી થશે કારણ કે છેલ્લા ટ્રેલરની સરખામણીમાં આ ટ્રેલરમાં પ્રિયંકાને સ્ક્રીન સ્પેસ વધારે મળી છે.

ફિલ્મના પહેલા ટ્રેલરમાં પ્રિયંકા માત્ર 10 સેકન્ડ માટે જ જોવા મળી હતી અને બીજા ટ્રેલરમાં 3 સેકન્ડ માટે જોવા મળી હતી. પરંતુ આ ટ્રેલરમાં પ્રિયંકાના બે સીન છે અને એ ડાયલોગ્સ બોલતી પણ નજરે જોવા મળે છે. પ્રિયંકા ફિલ્મમાં નેગેટિવ રોલમાં છે. ફિલ્મમાં એનું નામ વિક્ટોરિયા લીડ્સ છે.

ફિલ્મના ડિરેક્ટર સેઠ ગોર્ડોન છે અને ફિલ્મ 90ના દશકની ટીવી સિરીઝ બેવોચ પર આધારિત છે.


http://sambhaavnews.com/

You might also like