VIDEO: વડોદરામાં નેશનલ હાઈ-વે પર ગંભીર અકસ્માત, 4નાં મોત અને 2ને ઇજા

વડોદરાઃ નેશનલ હાઈ-વે પર પદમલા ગામ નજીક એક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. કારનું ટાયર ફાટતાં હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 મહિલા અને 1 કીશોરીનું મોત નિપજ્યુ હતું અને 2 લોકોને ગંભીર ઈજા પહોચી હતી.

જો કે આ ઘટનામાં 2 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત વિદ્યાનગરથી માણેજા જ તા થયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી તેમજ એમ્બ્યુલન્સ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

You might also like