બાર કાઉન્સિલે બનાવી 7 સભ્યોની કમિટિ, સુપ્રીમના જ્જ સાથે કરશે મુલાકાત

0 7

સુપ્રીમ કોર્ટ વિવાદ હાલમાં સમી રહ્યો હોય તેવું લાગી રહ્યું નથી. જો કે બાર કાઉન્સિલે પોતાની તરફથી તેને ઝડપથી પૂર્ણ કરવાની તૈયારી કરી છે. આજરોજ મળેલી બાર કાઉન્સિલની બેઠકમાં ચાર જ્જોના મુદ્દાનો ઉકેલ લાવવા 7 સભ્યોની કમિટિનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીના સભ્યો ચારેય જ્જ સાથે અલગ-અલગ મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે આ વિવાદ પર બાર કાઉન્સિલના દરેક સભ્યોએ બેઠક યોજી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ન્યાય પ્રણાલીને કોઇ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. બાર કાઉન્સિલે આ મામલે સુપ્રીમ કોર્ટના દરેક જ્જને સહકાર આપવા અપીલ કરી છે. બાર કાઉન્સિલે આ મામલે સુપ્રીમ કોર્ટના અડધો અડધ જ્જ સાથે મુલાકાત કરી છે.

આ મુદ્દાનો ઝડપથી ઉકેલ લાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. તો સૂત્રોને મળતી જાણકારી મુજબ ચીફ જસ્ટિસ દિપક મિશ્રા આ ચાર જ્જો સાથે રવિવારે મુલાકાત કરે તેવી શક્યતા છે.

loading...

Leave A Reply

Your email address will not be published.