RBIએ નોટોનાં છાપકામમાં કર્યો પાંચ ઘણો વધારો, જાણો કેમ?

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ નોટોની ઊભી થયેલી મુશ્કેલીને લઇને રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ બેંકની નોટોનું છાપકામ પાંચ ઘણું વધારી દીધું છે. નાણાં મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રોકડનાં સ્ટોકને બનાવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારી સૂત્રોએ જણાવ્યા મુજબ એક મહિનામાં 70,000થી 80,000 કરોડ રૂપિયાથી વધારે રકમનો ભંડાર બનાવવા માટે દરેક ચારે પ્રિન્ટીંગ કેન્દ્ર સપ્તાહમાં સાતે દિવસ કામ કરી રહેલ છે. અધિકારીએ કહ્યું કે, આ પહેલાં એક મહિનામાં 10,000થી 15,000 કરોડ રૂપિયાની નોટો છાપવામાં આવતી હતી.

અધિકારીએ વધુમાં કહ્યું કે, 29 એપ્રિલથી નોટોનું છાપકામ દરરોજ 500 કરોડ રૂપિયાથી વધીને 2,500 કરોડ થઇ ગયાં છે. એક અન્ય સરકારી અધિકારીએ કહ્યું કે, તાજેતરમાં જ ઊભા થયેલાં સંકટને લઇને આરબીઆઇએ આ નિર્ણય કર્યો છે. તેઓએ જરૂરથી કંઇક મૂલ્યાંકન કર્યું હશે. જ્યાં સુધી આરબીઆઇને તસલ્લી નહીં થઇ જાય ત્યાં સુધી પ્રિન્ટીંગ શરૂ રહેશે.

સૂત્રોએ જણાવ્યું કે રોકડ રકમનાં સંકટને લઇને રોકડ રકમનો ભંડાર ખતમ થઇ ગયો છે. વર્તમાન સમયમાં આરબીઆઇ પાસે રૂ.1.75 લાખ કરોડ રૂપિયાની વિશેષ રોકડ રકમ છે. છપાઇ રહેલ નોટોમાં વધારે મોટે ભાગે 500 રૂપિયાની નોટો વધુ જોવાં મળી રહી છે. આ પહેલાં પણ મુખ્ય રૂપથી 10 રૂપિયા, 100 રૂપિયા અને 200 રૂપિયાની નાના મૂલ્યની નોટો છપાવવામાં આવી રહેલ છે.

ગયા મહિને દેશમાં રોકડ રકમની માંગમાં અચાનક જ આવેલી તેજી બાદ રોકડ રકમની પૂર્તિ 45,000 કરોડ રૂપિયા વધારી દેવામાં આવી હતી. સરેરાશ 15,000 કરોડ રૂપિયા રહેનારી રકમની માંગ અચાનક જ એપ્રિલમાં 45,000 કરોડ રૂપિયા થઇ ગઇ હતી.

આ પહેલાં પણ કેટલાંક અર્થશાસ્ત્રીઓએ એવી સલાહ આપી હતી કે વધતી અર્થવ્યવસ્થામાં રોકડ રકમની માંગને પૂર્ણ કરવા માટે દેશને 70,000 કરોડ રૂપિયાની અતિરિક્ત આપૂર્તિની જરૂરિયાત થઇ શકે છે. વર્તમાન સમયમાં નાણાંકીય પ્રણાલીમાં 18.4 લાખ કરોડ રૂપિયાની રકમ ઉપલબ્ધ છે કે જે નોટબંધી પહેલાની આસપાસ હતી.

You might also like