GOOD NEWS! બેંકની આ સેવાઓ પર નહીં આપવો પડે GST

સામાન્ય જનતા માટે સારા સમાચાર છે. હવે બેંકિંગ સેવાઓ પર GST નહી આપવો પડે. બેંકની ફ્રી સર્વિસ જેની કે ચેક બુક લેવી, ATMમાંથી રૂપિયા ઉપાડવા જેવી સર્વિસને GSTના દાયરામાંથી બહાર રાખવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે ગ્રાહકોને અપાતી કેટલીક નિશુલ્ક સેવાઓ પર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) લગાવવા અંગેની ભ્રમની સ્થિતિને દૂર કરવા માટે કહ્યું છે.

નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે મહેસૂલ વિભાગ નાણાકીય સેવા વિભાગને કહી શકે છે કે ફ્રી બેન્કિંગ સેવાઓ પર GST લાગુ કરવામાં નહી આવે. બેન્કોને ફ્રી સેવાઓ પર ચાર્જીસનું પેમેન્ટ ન થવા અંગે નોટિસ મળી રહી હતી. તેવામાં નાણાકીય સેવા વિભાગે મહેસૂલ વિભાગનો સંપર્ક સાધીને આ અંગે સ્પષ્ટતા માંગી કે શું આવી સેવાઓ પર GST લાગુ થશે?

નાણાકીય સેવા વિભાગનું માનવુ છે કે ચેક બુક ડારી કરવી, ખાતાનું સ્ટેટમેન્ટ તથા ATM માંથી પૈસા ઉપાડવા જેવી સેવાઓ એક મર્યાદા સુધી ફ્રી છે અને તેના પર કોઇ GSTલાગુ નહી થાય. ભારતીય બેન્ક સંઘે બેન્કોના મેનેજમેન્ટ તરફથી ટેક્સ ઓથોરિટી સમક્ષ આ વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઇ 2017થી GST લાગુ થયુ છે. તેમાં માલ અને સેવાઓ પર પ્રોડક્શન ચાર્જીસ તથા સર્વિસ ટેક્સ લાગુ થાય છે.

You might also like