Categories: India

બેન્ક કર્મચારીઓની આઠ જાન્યુ.એ દેશવ્યાપી હડતાળ

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશન (એઆઈબીઈએ)એ આગામી આઠમી જાનયુઆરીએ દેશ વ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. સરકારની કર્મચારી વિરોધી નીતિઓ તથા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ની પાંચ સહયોગી બેન્કોના કર્મચારીઓ સાથે થયેલી સમજૂતીના ઉલ્લધંનને પગલે દેશવ્યાપી હડતાળનું એલાન અપાયું છે.
એસબીઆઈની પાંચ સહયોગી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ અને સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુરનો સમાવેશ થાય છે.

એઆઈબીઈએના મહામંત્રી સી. એચ. વેંકટાચલમે જણાવ્યું હતું કે ઈન્ડિયન બેન્ક એસોસિયેશન (આઈબીએ) અને એઆઈબીઈએ વચ્ચે મે મહિનામાં સમજૂતી સધાઈ હતી. આ સમજૂતી મુજબ બેન્કમાં ફરજ બજાવતાં જૂદા જૂદા વર્ગના કર્મચારીઓની ફરજ તથા પારિશ્રમિકને પરિભાષિત કરનાર હતા. એસબીઆઈની પાંચ સહયોગી બેન્કો આ સમજૂતીમાં સામેલ છે. ભારતીય સ્ટેટ બેન્કે તેના કર્મચારીઓ માટે મેનેજમેન્ટ અને યૂનિયન વચ્ચે કરારને આધારે અલગથી નોકરીની શરતો નક્કી કરી છે. આ શરતો અન્ય બેન્કોને લાગુ પડતી નથી. જોકે સહયોગી બેન્કોનું મેનેજમેન્ટ એસબીઆઈની નોકરીની શરતોનો અમલ કરે છે. જે ગેરકાયદેસર છે અને સમજૂતીનો ભંગ છે. યુનિયને જણાવ્યું કે બેન્ક મેનેજમેન્ટ નવા વર્ષથી નિયમો અમલી બનાવવા માગે છે. તેને લીધે તેઓ આ પગલું લઇ રહ્યાં છે.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

6 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

7 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

7 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

7 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

7 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

7 hours ago