30 મેથી રાષ્ટ્રવ્યાપી બેંકોની હડતાળ, પતાવી લો જરૂરી કામ

સરકારી અને ખાનગી ક્ષેત્રોની બેંકોના 10 લાખથી વધારે કર્મચારીઓ 30 મેથી 48 કલાકની હડતાળ પર જઇ રહ્યા છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ અસોશિયેશન (AIBEA)આ અંગેની જાણકારી આપી છે. યૂનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU)ની પ્રસ્તાવિત હડતાળ 30મેના દિવસે સવારે 6 વાગ્યાથી શરૂ થશે અને 1 જૂનના દિવસે સવારે 6 વાગ્યા સુધી ચાલશે. બેંકના કર્મચારીઓ પગારના મામલામાં આ હડતાળ પાડવા જઇ રહ્યા છે.

AIBEAના મહાસચિવે જણાવ્યુ કે, હડતાળ માટેની નોટિસ નવી દિલ્હી સ્થિત બેંક પ્રબંધનની પ્રતિનિધિ સંસ્થા, ઇન્ડિયન બેંક એસોશિએશન અને મુખ્ય શ્રમ આયુક્તને આપી દેવામાં આવી છે. UBFU એક બેંકિગ ક્ષેત્રની 9 યૂનિયનોની એક નેતૃત્વકારી સંસ્થા છે જે બેંક કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. UFBU અને IBAની વચ્ચે વેતન સંશોધનને લઇને મુંબઇમાં 5 મે ના રોજ થયેલી બેઠક નિષ્ફળ રહી હતી.

MGBEAના સેક્રેટરી જણાવ્યુ કે, ”છેલ્લા થોડા સમયથી અમે અમારા પગારમાં સુધારો આપવા બાબતે ઈંડિયન બેંક અસોસિએશન (IBA) સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. IBA પગાર બિલમાં ફક્ત 2% વધારો આપવા તૈયાર થયું છે, જે અમને મંજૂર નથી. અમે આ મામલે કેંદ્રીય નાણાં મંત્રાલયનો સહકાર ઈચ્છીએ છીએ. અમને હજુ સુધી આ મામલે સંતોષકારક જવાબ મળ્યો નથી.”

મહિનાના અંતે બે દિવસ બેંકો બંધ રહેવાથી પગારદારોને મહિનાને અંતે મળતો પગાર અટકશે. સાથે જ લોકોને બેંકને લગતા કાર્યો પૂરા કરવામાં હાલાકી પડશે. બેંક કર્મચારીઓએ એકમતે 30-31 તારીખે બેંકોમાં હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે.

Juhi Parikh

Recent Posts

રાફેલ સોદા પર ફ્રાન્સની કંપનીનો ખુલાસો: અમે જ રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરી હતી

નવી દિલ્હી: ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદેના નિવેદન બાદ થયેલા હોબાળા વચ્ચે ફ્રાન્સની વિમાન કંપની દસોએ રાફેલ સોદા પર ખુલાસો…

2 mins ago

‘ચક્રવાત ડે’: દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યમાં આંધી સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી: દેશનાં અનેક રાજ્યમાં હવામાન ઓચિંતું બદલાઈ ગયું છે. ‘ચક્રવાત ડે’ના કારણે રાજધાની નવી દિલ્હી અને એનસીઆર ઉપરાંત ઓડિશા…

8 mins ago

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી: પહાડીઓ પર બરફવર્ષા, ભૂસ્ખલન

દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજધાની દહેરાદૂન ઉપરાંત ઉત્તર કાશી,…

11 mins ago

CPF યોજનાને વર્લ્ડ બેન્કની મંજૂરીઃ 25 થી 30 અબજ ડોલરની સહાય મળશે

વોશિંગ્ટન: વર્લ્ડ બેન્કે ભારત માટે એક મહત્ત્વાકાંક્ષી પંચવર્ષીય 'સ્થાનિક ભાગીદારી વ્યવસ્થા' (સીપીએફ) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ…

26 mins ago

રિલાયન્સે કેજી-ડી 6માં ઓઈલ ફિલ્ડ બંધ કર્યું

નવી દિલ્હી: થોડા દિવસો પૂર્વે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ૪૦ હજાર કરોડની ખોટ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશન બંધ કરવાની જાહેરાત કરી હતી.…

27 mins ago

ભારે ઊથલપાથલ બાદ શેરબજાર પર મોટા ખતરાના સંકેત

મુંબઇ: શુક્રવારે શેરબજારમાં જે પ્રકારની ઊથલપાથલ મચી ગઇ તેના કારણે હાહાકાર મચી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારની આ…

34 mins ago