કેપિટલ ગુડ્સમાં પ્રોફિટ તો RBIની બેઠક પૂર્વે બેંકના શેરમાં ઘટાડો

આજે શરૂઆતે શેરબજારમાં ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી હતી. ખાસ કરીને કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું એટલું જ નહીં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ વેચવાલી નોંધાઇ હતી. શરૂઆતે ૨૨ પોઈન્ટના ઘટાડે ૩૨,૮૧૧, જ્યારે નિફ્ટી ૧૬ પોઇન્ટના ઘટાડે ૧૦,૧૦૫ની સપાટીએ જોવા મળી હતી.આજે શરૂઆતે ઇન્ફોસિસ, ઓએનજીસી અને ટાટા મોટર્સ કંપનીના શેરમાં ૧.૩૦ ટકાથી ૧.૮૦ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો, જ્યારે વિપ્રો કંપનીનો શેર બે ટકા તૂટ્યો હતો. અદાણી પોર્ટ અને સન ફાર્મા કંપનીનો શેર પણ ૦.૮૦ ટકાથી ૧.૭૦ ટકા તૂટ્યો હતો. વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી તથા આરબીઆઇ વ્યાજદર ઘટાડે તેવી ઓછી શક્યતાના પગલે શેરબજાર પ્રેશરમાં જોવા મળ્યું હતું.

ઈન્ફોસિસના CEO અને MD પદે સલિલ પારેખની નિમણૂકથી શેરમાં સુધારો
ઈન્ફોસિસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સલિલ પારેખની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયાની જાહેરાત કરતા આજે સપ્તાહની શરૂઆતે આ શેરમાં તેની સકારાત્મક અસર જોવા મળી છે. આ શેરમાં આજે શરૂઆતે ૧.૬૮ ટકાનો સુધારો નોંધાઇ રૂ. ૯૭૪ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. એક તબક્કે આ શેર રૂ. ૯૮૬.૨૫ની સપાટીએ પણ પહોંચેલો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે સલિલ પારેખ આગામી બીજી જાન્યુઆરીએ કંપનીમાં પદ સંભાળશે.

RBI પોલિસી પૂર્વે બેન્ક શેરમાં ઘટાડો
બેન્ક ઓફ બરોડા               ૦.૯૨ ટકા
પંજાબ નેશનલ બેન્ક         ૦.૬૪ ટકા
ઈન્ડિયન બેન્ક                   ૦.૮૮ ટકા
સેન્ટ્રલ બેન્ક                       ૦.૩૮ ટકા
યુનિયન બેન્ક                    ૦.૨૫ ટકા
યુકો બેન્ક                           ૧.૧૧ ટકા

You might also like