Categories: Business

બે સપ્તાહમાં બેન્કના શેરમાં એફડી કરતાં પણ વધુ કમાણી

અમદાવાદ: પાછલા એક સપ્તાહમાં શેરબજારમાં એકધારી તેજી જોવા મળી છે અને સેન્સેક્સે ૨૮,૦૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે. બે જ સપ્તાહમાં શેરબજારમાં જોવા મળેલી તેજીની પાછળ બેન્કના શેરમાં પણ ઉછાળો નોંધાયો છે. મોટા ભાગની બેન્કોના શેર્સમાં આઠ ટકાથી ૨૫ ટકા સુધીનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. સામાન્ય રીતે બેન્કની એક વર્ષની એફડી પર આઠ ટકા જેટલું વ્યાજ મળે છે. માત્ર બે જ સપ્તાહમાં બેન્કની એફડી કરતાં પણ ઊંચી કમાણી બેન્કના શેરમાં જોવા મળી છે.

પંજાબ નેશનલ બેન્કના શેરમાં પાછલા બે સપ્તાહમાં ૨૭ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે, જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયાના શેરમાં ૧૬ ટકાનો ઉછાળો આવ્યો છે. શેરબજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે બેન્કિંગ સેક્ટરમાં સરકાર ધરમૂળથી આર્થિક સુધારા કરી રહી છે. એટલું જ નહીં ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર બેન્કોની લિક્વિડિટીમાં વધારો થાય તે માટે બેન્કોને વધુ નાણાં આપે તેવા સેન્ટિમેન્ટ પાછળ મોટા ભાગની બેન્કોના શેરમાં મજબૂત સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે.

સરકારે નાની અને મધ્યમ કદની બેન્કોનું મોટી બેન્કોમાં મર્જ કરી અને છ જેટલી બેન્કો કરવાની દિશામાં ઝડપથી કવાયત હાથ ધરી છે તેની રોકાણકારો પર સકારાત્મક અસર જોવા મળી છે અને તેના કારણે શેરબજારમાં બેન્કિંગ શેરમાં સતત લેવાલી જોવા મળી છે.

બેન્કના શેરમાં બે સપ્તાહમાં જોવાયેલ ઉછાળો
પંજાબ નેશનલ બેન્ક        ૨૭.૧૪ ટકા
અલ્હાબાદ બેન્ક               ૧૮.૬૫ ટકા
ઓરિયેન્ટલ બેન્ક            ૧૭.૮૭ ટકા
કેનેરા બેન્ક                      ૧૭.૩૮ ટકા
બેન્ક ઓફ ઈન્ડિયા          ૧૬.૬૮ ટકા
ઈન્ડિયન બેન્ક                ૧૨.૨૭ ટકા
સિન્ડિકેટ બેન્ક                 ૧૧.૧૯ ટકા
યુનિયન બેન્ક                  ૯.૭૩ ટકા
યુકો બેન્ક                         ૮.૦૦ ટકા
એસબીઆઈ                     ૬.૭૦ ટકા
બેન્ક ઓફ બરોડા             ૬.૩૭ ટકા

divyesh

Recent Posts

ખેડૂત અકસ્માત યોજનાને લઇને રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

રાજ્યમાં બે દિવસીય મોનસૂન સત્ર દરમિયાન સરકારે ખેડૂતો માટે થોડા દિવસોમાં મોટી જાહેરાત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેને…

29 mins ago

ડેંગ્યુમાં રાહત આપશે આ પહાડી ફળ, ડાયાબિટીસ, હૃદયના રોગ માટે પણ છે ફાયદાકારક

ડેંગ્યુ માદા એડીઝ મચ્છરના કરડવાથી થાય છે. ખાસ વાત તો એ છે કે 20મી શતાબ્દીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોને આ વાતની ખબર…

45 mins ago

ખુશખબર… નાની બચત યોજનાના વ્યાજદરમાં સરકારે કર્યો વધારો

કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં ચાલી રહેલી નાની બચત યોજનાઓ પર મળી રહેલા વ્યાજમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયે બધી યોજનાઓ…

1 hour ago

‘ફેશન’ ફિલ્મ બાદ પ્રિયંકા ચોપરાના ઈંતેજારમાં મધુર ભંડારકર

પ્રિયંકા ચોપરાની સૌથી હિટ અને સૌથી વધુ પસંદ કરાયેલી ફિલ્મોમાં 'ફેશન'નું નામ મુખ્ય છે. 'ફેશન'એ માત્ર બોક્સ ઓફિસ પર જ…

2 hours ago

OMG! 111 વર્ષના આ દાદા હજુયે જાય છે રોજ જિમમાં

અમેરિકાના કૅલિફોર્નિયામાં રહેતા હેન્રીદાદાની ઉંમર ૧૧૧ વર્ષ છે અને તેઓ આ ઉંમરે પણ સ્થાનિક જિમમાં જઇને વર્કઆઉટ કરે છે. જે…

3 hours ago

ટીમ India માટે જીત બની ચેતવણીઃ ચેમ્પિયન્સ ટ્રોફીની કહાણીનું પુનરાવર્તન તો નહીં થાય ને?

દુબઈઃ એશિયા કપના સૌથી મોટા મુકાબલામાં ભારતે ગઈ કાલે પાકિસ્તાનને આસાનીથી હરાવી દીધું. એશિયા કપમાં એમ પણ પાકિસ્તાન સામે ટીમ…

3 hours ago