ICICI બેન્ક સહિત અન્ય ખાનગી સેક્ટરની બેન્કના શેર તૂટ્યા

અમદાવાદ: ચંદા કોચર આઇસીઆઇસીઆઇ બેન્કની સીઇઓ બની રહેશે, જોકે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ રજા પર રહેશે. બેન્કે સોમવારે સંદીપ બક્ષીની સીઓઓ તરીકે નિમણૂક કરી છે. દેશની પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેન્ક પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. ચંદા કોચર પર ગેરકાયદે વીડિયોકોન ગ્રૂપને લોન આપવાનો આરોપ છે, જેના પગલે આજે મોટા ભાગની ખાનગી સેક્ટરની બેન્કોના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૦.૭૨ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે એક્સિસ બેન્ક, ઇન્ડસ ઇન્ડ બેન્કના શેર પણ તૂટ્યા હતા. આઇસીઆઇસીઆઇ બેન્કે જણાવ્યું છે કે બેન્ક દ્વારા નિયમોનું ઉચ્ચતમ સ્તરે પાલન થાય તે હેતુથી ચંદા કોચરે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રજા પર ઊતરવાનો નિર્ણય કર્યો છે. બેન્કના બોર્ડે તેઓના નિર્ણયને માન્ય રાખ્યો છે.

ખાનગી બેન્કના શેર ડાઉન
આઈસીઆઈસીઆઈ બેન્ક – ૦.૭૨ ટકા રૂ. ૨૯૦.૪૦
એક્સિસ બેન્ક – ૦.૩૩ ટકા રૂ. ૫૨૦.૩૫
ઈન્ડસ ઈન્ડ બેન્ક – ૦.૬૩ ટકા રૂ. ૧,૯૫૫.૨૫
કોટક મહિન્દ્રા બેન્ક – ૦.૨૭ ટકા રૂ. ૧,૩૧૦.૫૦
યસ બેન્ક – ૦.૦૫ ટકા રૂ. ૩૩૧.૧૦

You might also like