Stock Market : બેંક, કન્ઝુમર ડ્યુરેબલ અને ફાર્મા સેક્ટર અપ

અમદાવાદ: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના ટેન્શનના પગલે દુનિયાભરના શેર બજારમાં તેની નેગેટિવ અસર જોવા મળી છે. અમેરિકી સહિત એશિયાઇ બજારોમાં પણ તેની અસર નોંધાઇ છે. જો કે નેગેટિવ સેન્ટિમેન્ટ વચ્ચે ડોલર સામે રૂપિયાની મજબૂતાઇને પગલે આજે શરૂઆતે શેર બજાર સુધારે ખુલ્યુ હતું.

બીએસઇ સેન્સેક્સ ૧ર૦ પોઇન્ટના સુધારે ૩પ,૪૦૬ જ્યારે ‌એનએસઇ નિફ્ટી ૪૧ પોઇન્ટના સુધારે ૧૦,૭પ૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેંક નિફ્ટીમાં પણ ૭૪ પોઇન્ટનો સુધારો નોંધાઇ ર૬,૩૩૯ સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆત સિપ્લા, આઇડીયા, લ્યુપીન , એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, વેદાંતા કંપનીના શેરમાં ૧ ટકાથી ર ટકાનો સુધારો જોવા મળ્યો હતો. બેંક કન્ઝુમર ડ્યુરેબલ અને ફાર્મા સેક્ટરની કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. જો કે મેટલ સેક્ટર આજે પણ પ્રેસરમાં જોવા મળ્યું હતું. ઓએનજીસી, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગેઇલ, કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૦.રપ થી ૦.પ૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધો તંગ બની રહ્યા છે. અને તેની સીધી અસર મુડી બજાર પર જોવા મળી છે. ગભરાઇટ ભર્યા માહોલ વચ્ચે તથા શેર બજારમાં ઘટાડો મોટી લેવાલીના અભાવ વચ્ચે સ્ટેડી ચાલ જોવા મળી રહી છે.

એક દાયકામાં આ કંપનીએ આપેલાં રિટર્ન
કંપનીનું નામ રિટર્ન
મારુ‌િત સુઝુકી ૧૦૭પ ટકા
એચડીએફસી બેન્ક ૭૬૬ ટકા
ટીસીએસ ૭૧૩ ટકા
એચયુએલ પ૮પ ટકા
મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા પ૪૦ ટકા

ટ્રેડ વોર ટેન્શનઃ વૈશ્વિક બજાર વધુ તૂટ્યાં શક્યતા
અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરના ટેન્શનના પગલે અમેરિકી બજાર વધુ તૂટ્યાં છે. ગઇ કાલે છેલ્લે યુએસ ડાઉ જોન્સ ઇન્ડેક્સ ર૮૭ પોઇન્ટના ઘટાડે ર૪,૭૦૦ની સપાટીએ બંધ જોવાયો હતો. અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરના કારણે અમેરિકી બજારમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સ ઇન્ડેક્સે ચાલુ વર્ષે જોવા મળેલો સુધારો ગુમાવ્યો છે.

ટ્રેડ વોરના પગલે યુએસમાં એપલ જેવી કંપનીને સીધી અસર જોવાશે તેવા સે‌િન્ટમેન્ટ પાછળ બજારમાં ઘટાડો જોવા મળે છે. નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ ર૧ પોઇન્ટના ઘટાડે ૭૭રપ જ્યારે એસ એન્ડ પી પ૦૦ શેરબજાર ૧૧ પોઇન્ટના ઘટાડે ર૭૬ર પોઇન્ટની સપાટી બંધ જોવાયું છે. ટ્રેડ વોરના ભયના પગલે બોન્ડ યીલ્ડમાં ઘટાડો નોંધાયો છે.

You might also like