banjo પબ્લિક રિવ્યૂ

ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે, સિનેમેટોગ્રાફી અને સ્ક્રીન પ્લે પણ સારા છે. લોકેશન પણ જબરજસ્ત છે. કેટલાક એવા શોટ્સ પણ છે જેને જોઇને દિલ ખુશ થઇ જાય છે. જોકે ફિલ્મની સ્ટોરી ખૂબ નબળી છે.હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.અંજના પરમાર, નરોડા
ફિલ્મની સ્ટોરીની ઘટનાઓ તમને આકર્ષિત કરશે પરંતુ ફિલ્મની સ્પીડ ઘણી ધીમી છે અને સ્ટોરી નબળી છે અને ક્યાંક-ક્યાંક તમે કંટાળી પણ જશો. જો કે, શૂટિંગનાં લોકેશન્સ કમાલનાં છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.જય રાજપૂત, મણિનગર
ફિલ્મમાં રિતેશ દેશમુખે કામ ઘણું સારું છે. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ ઠીક ઠાક છે.ફિલ્મની કહાણી ખૂબ જ નોર્મલ છે. ડાન્સ માસ્ટર ધર્મેશમાં સારું ટેલેન્ટ છે .ફિલ્મની સ્ટોરીના કારણે 2.5 સ્ટાર આપીશ.હર્ષ આશર, બોડક દેવ
ફિલ્મ બેન્જોમાં આર્ટિસ્ટનાં પાત્ર માટે રિતેશ દેશમુખે મહેનત કરી છે. બેન્જો વગાડતાં સિન્સમાં રિતેશનાં એક્સપ્રેશન્સ ખૂબ જામે છે. જ્યારે ક્રિસનો રોલ નરગીસ ફખરી ભજવી રહી છે, નરગીસની એકટિંગ ઠીક ઠાક છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.અંકિત ધુપર, નિકોલ
રિતેશ દેશમુખે પણ સારી એક્ટિંગ કરી છે. તેની હાજરીમાં અનેક સીન રસપ્રદ લાગે છે.ફિલ્મનું સંગીત સારું છે અને તમને ફિલ્મ સાથે પકડી રાખવામાં સક્ષમ છે.આ ફિલ્મ એક વાર જોઈ શકાય તેવી છે. હું આ ફિલ્મને ૨.૫ સ્ટાર આપીશ.જય પટેલ, ગાંધીનગર
વિશાલ-શેખરનું મ્યુઝિક સ્ટોરી અને માહોલમાં સંપૂર્ણપણે ફિટ થાય છે. ફિલ્મમાં મ્યુઝિક પર બનેલી ફિલ્મમાં ફાઇટ સીન, ઇમોશનલ સીનની સાથે સાથે કોમેડી સીન પણ સારી રીતે દર્શાવામાં આવ્યા છે,હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.જયેશ પારગી, બોપલ
સ્લમ વિસ્તારની સાચી સ્થિતિ સારી રીતે બતાવી છે. નર‌િગસ ફખરી મરાઠી વસ્ત્રોમાં સારી લાગે છે, જ્યારે નર‌િગસ અને રીતેશ પ્રથમ વાર મળે છે ત્યારે એવું લાગે છે કે ફિલ્મમાં હવે કંઇક સારું જોવા મળશે. બાપ્પાવાળું સોંગ સૌથી સારું છે. નીરજા કુલકર્ણી, ભૂયંગદેવ
રીતેશ દેશમુખની એક્ટિંગ ઠીક છે. આખી ફિલ્મમાં ગણપ‌િત બાપ્પાનું સોંગ જ વાગતું રહે છે. બે તહેવારોને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે-ગણપ‌િત બાપ્પા અને નવરાત્રી. સેકન્ડ હાફ પછી ફિલ્મ વધારે સારી લાગે છે. ધર્મેશની એક્ટિંગમાં દમ નથી. તેણે કોઇ ડાન્સ કર્યો હોત તો સારું લાગેત.‌નિકિતા જાડેજા, ડ્રાઇવ-ઇનરોડ
ફિલ્મની સ્ટોરી ગણપ‌િત બાપ્પાથી શરૂ થાય છે. આપણા બધા શુભ પ્રસંગોની શરૂઆત જેમ ગણ‌પતિથી થાય છે તેવી જ રીતે બેન્જોની ટીમને પણ શરૂઆતમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મનાં સોંગ પણ ઠીક છે. નર‌િગસની એક્ટિંગમાં દમ નથી.પ્રેરણા આસ્તિક, થલતેજ
આ ફિલ્મનાં લોકેશન્સ મુંબઇના સ્લમ વિસ્તારનાં જ છે, પરંતુ ફર્સ્ટ હાફ ઘણો નબળો છે. સેકન્ડ હાફ તેટલો જ સારો છે. એક્શન સીન થોડા વધારે બતાવ્યા હોત તો સારું લાગત. બેન્જોની ટીમ રોકસ્ટારની યાદ અપાવે છે. રીતેશ દેશમુખની એક્ટિંગ સૌથી સારી છે.શ્વેતા મિસ્ત્રી, થલતેજ

You might also like