કાઠમંડુ એરપોર્ટ પર બાંગ્લાદેશી વિમાન ક્રેશ, 67 યાત્રીઓ હતાં સવાર

નેપાળનાં કાઠમંડુમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. બાંગ્લાદેશનાં ઢાંકાથી કાઠમંડુ તરફ જઈ રહેલ US-બાંગ્લા એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું છે.

ઈન્ટરનેશનલ એરપોર્ટનાં પૂર્વી ભાગમાં આ પ્લેન ક્રેશ થયું છે. એરપોર્ટનાં પ્રવક્તા મુજબ પ્લેન લેંડિંગ કરી રહ્યું હતું ત્યારે એકાએક પ્લેન રન-વે તરફ ઝૂક્યું હતું અને પાસે આવેલા ફુટબોલનાં ગ્રાઉન્ડમાં તે ક્રેશ થયું.

મહત્વનું છે કે આ પ્લેનમાં 78 યાત્રીઓ સવાર હતાં. આ ઘટનાની જાણ થતાં જ નેપાળ સેનાએ બચાવ કામગીરી
શરૂ કરી છે. આ ઘટના બાદ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનાં કાટમાળમાંથી 17 લોકોને બચાવી લેવાયાં છે જ્યારે 27 લોકોનાં મોત નિપજ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ વિમાનમાં 37 પુરૂષ, 27 મહિલાઓ અને 2 બાળકો સહિત કુલ 67 લોકો સવાર હતાં. જો કે હાલમાં વિમાન ક્રેશ થવા પાછળનું કારણ સામે આવી શક્યું નથી.

જો કે ન્યૂઝ એજન્સી રોયટર્સનું માનીએ તો કાઠમંડુનાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે વિમાન પોતાનું સંતુલન ગુમાવી બેઠું અને વિમાન દુર્ઘટનાનું શિકાર થઇ ગયું.

You might also like