બાંગ્લાદેશી ધૂસણખોરીઓને દેશમાં રહેવા દેવામાં નહીં આવેઃ અમિત શાહ

મેરઠઃ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાં નહીં રહેવા દેવામાં આવે. શાહે મેરઠ જિલ્લાનાં સુભારતી વિશ્વવિદ્યાલયનાં શહીદ માતાદીન વાલ્મીકિ પરિસરમાં 2 દિવસનાં પ્રદેશ કાર્યસમિતિનાં સમાપન સત્રમાં જણાવ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાં નહીં રહેવા દેવામાં આવે પરંતુ સંપૂર્ણ સમ્માન તથા નાગરિકતા મળે, જેનાં માટે અમે સંકલ્પબદ્ધ છીએ. તેઓએ જણાવ્યું કે, અમને દેશમાં રહેનારા હિંદુ અને મુસલમાન બંને લોકો માટેની વિશેષ ચિંતા છે.

ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ એક હોટલમાં પ્રદેશ કાર્યસમિતિનાં સમાપન ક્ષેત્રમાં શાહ દ્વારા કરવામાં આવેલ ભાષણ વિશે જાણકારી આપી.

જો કે આ બેઠકમાં મીડિયાને પ્રવેશની અનુમતિ આપવામાં ન હોતી આવી. શાહે જણાવ્યું કે, આપ મોદી-યોગી સરકારની યોજનાઓને જનતાની વચ્ચે લઇને જાઓ. આપ લોકો ગલી-મોહલ્લાઓ સુધી પહોંચો. કદાચ જો આપ લોકો ચટ્ટાનની જેમ ઉભા રહેશો તો જીત નિશ્ચિત છે.

You might also like