Categories: World

બાંગ્લાદેશ યુદ્ધ અપરાધઃ જમાતના પ્રમુખ નિઝામીને ફાંસીએ લટકાવી દેવાયા

ઢાકા: બાંગ્લાદેશના યુદ્ધ અપરાધી અને કટ્ટરવાદી જમાત એ ઇસ્લામીના પ્રમુખ મતીઉર રહેમાન નિઝામીને ફાંસી આપી દેવામાં આવી છે. ૧૯૭૧માં બાંગ્લાદેશના મુકિત સંગ્રામ દરમિયાન માનવતા વિરુદ્ધ કરેલા અપરાધો બદલ તેમને ફાંસીઅે લટકાવી દેવામાં આવ્યા છે.

જમાત એ ઇસ્લામીના સર્વોચ્ચ નેતા નિઝામીને ઢાકાની સેન્ટ્રલ જેમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા. એવું બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુજ માનખાને જણાવ્યું હતું. બાંગ્લાદેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટીના ૭૩ વર્ષના નેતા નિઝામીએ માફી માગવાનો ઇનકાર કર્યો હતો. તેમણે રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલવાનો પણ ઇનકાર કર્યો હતો.

બાંગ્લાદેશના ગૃહ પ્રધાનના જણાવ્યા પ્રમાણે તેમને રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી રજૂ કરીને ગુનો કબૂલી દેવા જણાવ્યું હતું અને જો તે આવું કરશે તો તેમની મોતની સજા માફ થઇ શકે છે. એવું જણાવવા છતાં તેમણે માફી માગી નહીં અને ત્યાર બાદ બાંગ્લાદેશ સરકારે તેમને ફાંસી આપી દીધી હતી. તેમની સામે ગુનાઇત કાવતરું, ૪પ૦ લોકોની હત્યા, ૩૦થી વધુ મહિલાઓ પર બળાત્કાર અને હિંદુઓને પાછા મોકલી દેવા સહિતના આરોપો હતા.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

2 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

2 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

3 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

3 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

3 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

4 hours ago