VIDEO: PIની ગેરવર્તણૂંકને લઇ ડીસા બાર એસોસિએશનનાં વકીલોનો ઉગ્ર વિરોધ

બનાસકાંઠાઃ ડીસામાં બાર એસોસિએશને ભારે વિરોધ પ્રદર્શન કર્યો છે. પોલીસ અધિકારીઓ દ્વારા ગેરવર્તનનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. વકીલોએ ડીસા દક્ષિણ પોલીસ મથકનાં PI સિંઘલ સામે ગેરવર્તનનો આક્ષેપ લગાવ્યો છે.

આ મામલાને લઈ વકીલોએ કોર્ટ સંકુલમાં જ PI સિંઘલ સામે સુત્રોચ્ચાર કર્યા હતાં. તો આવતી કાલે વકીલો પોતાનાં કામથી અળગા રહેવાનો પણ તેઓએ નિર્ણય કર્યો છે અને આ મામલે તેઓ ગૃહ વિભાગને લેખિત રજૂઆત કરશે.

PI સિંઘલની ગેરવર્તણૂંકને લઇ વકીલોએ કોર્ટ સંકુલમાં ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે તેઓએ આ મામલે જો કોઇ કાર્યવાહી નહીં થાય કે એક્શન લેવામાં નહીં આવે તો તેઓએ આવતી કાલનાં રોજ પોતાનાં કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

ડીસા બાર એસોસિએશનનાં વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન
પોલીસ અધિકારી દ્વારા ગેરવર્તનને લઈ વકીલોમાં રોષ
ડીસા દક્ષિણ પોલીસ મથકનાં PI સિંઘલ પર ગેરવર્તનનો આક્ષેપ
વકીલોએ કોર્ટ સંકુલમાં PI સિંઘલ વિરૂદ્ધ કર્યા સુત્રોચ્ચાર
વિરોધનાં ભાગરૂપે આવતી કાલે વકીલો કોર્ટ કાર્યવાહીથી રહશે અળગા
PIનાં ગેરવર્તનને લઈ ગૃહ વિભાગને પણ કરશે લેખિત રજૂઆત

You might also like