VIDEO: બનાસકાંઠાઃ કેનાલમાં ગાબડું પડતા ખેતરોનાં પાકને ભારે નુકસાન

બનાસકાંઠામાં આ વખતે ફરીથી માઇનોર કેનાલમાં જોરદાર ગાબડું પડયું છે. ત્યારે હવે મળતી માહિતી મુજબ સુઈગામ નજીક એક માઇનોર કેનાલમાં ગાબડું પડયું છે. સૂઇ ગામ પાસે અંદાજે 10 ફુટ જેટલુ ગાબડુ પડ્યાં હોવાનાં સમાચાર છે. આ ગાબડુ પડતા જ કેનાલની આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. જેને લઇ ઘણાં ખરા ખેતરોમાં પાકને પણ ઘણું ખરું નુકસાન પહોંચ્યું છે.

પાણી ભરાવાને કારણે ખેડૂતોએ પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આશરે 1૦ ફૂટ પહોળા પડેલા ગાબડાને કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે બાજરી, ઘઉં અને શાકભાજી સહિતનાં પાકને ઘણું નુકશાન થયું હતું.

બનાસકાંઠાનાં સુઇગામ નજીકની કેનાલમાં ગાબડું
સુઇગામ પાસે માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું
ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું
ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકશાન

You might also like