VIDEO: બનાસકાંઠામાં એક મહિલાને બાળક ચોર સમજીને લોકોએ માર્યો ઢોર માર

બનાસકાંઠા: જિલ્લામાં બાળક ચોર સમજીને એક મહિલાને ઢોર માર મારવામાં આવ્યો. બાળકને ઉપાડવાની ટોળકી સમજીને સ્થાનિકોએ આ મહિલાની ધોલાઈ કરી નાખી છે. આબુ રોડ પાસેની આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે બાદમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. જેમ કે ગઇ કાલની ઘટનાની જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ એક એવી ઘટના સામે આવી હતી. જેમાં ધૂલેમાં બાળકોનું અપહરણ કરનારી ગેંગની આશંકાએ ત્યાંનાં ગ્રામજનોએ 5 વ્યક્તિઓની હત્યા કરી નાખી હતી. તેમજ વડોદરાનાં વાઘોડીયા વિસ્તારમાં પણ અગાઉ એક યુવકને દોરડાથી બાંધીને માર મારવાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત વડોદરાનાં ગજાદરા વિસ્તારમાં પણ એક અજાણ્યાં યુવકને બાળક ચોરની આશંકામાં સ્થાનિકોએ દોરડાથી બાંધીને ઢોર માર માર્યો હતો. આવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોવાંથી આવી ઘટનાને લગતા અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે કે શું આવી ઘટનાઓ જ્યારે ઘટી રહી છે ત્યારે પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બનીને જોઇ રહી છે.

ત્યારે સામાન્ય પ્રજા આવી ઘટનાને વખોડી રહી છે. ત્યારે શું આવી રીતે કાયદો હાથમાં લેવો તે કેટલો યોગ્ય છે તેમજ જો આવી રીતે રાજ્યભરમાં બાળકોની ચોરી થવાંની જો ઘટના ઘટતી હોય ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે શું પોલીસ તે દરમ્યાન ઊંઘતી રહે છે. જો કે આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

1 hour ago

કપડાં ખરીદતા પહેલાં સાવધાન!, લોગોનાં દુરઉપયોગ સાથે મળી આવી 375 નકલી લેગીન્સ

સુરતઃ જો તમે કપડાની ખરીદી કરતા હોવ તો તમારે હવે સાવધાન થવાની જરૂર છે. કારણ કે આજ કાલ માર્કેટમાં બ્રાન્ડેડ…

2 hours ago

PM મોદી ફરી વાર 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો કયાં સ્થળે લેશે મુલાકાત…

રાજકોટઃ PM મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેંન્દ્ર મોદીનાં કાર્યક્રમમને લઈને તડામાર તૈયારીઓ…

2 hours ago

દાંદેલીમાં તમે દરેક પ્રકારનાં એડવેન્ચરની માણી શકો છો ભરપૂર મજા…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222493,222494,222495,222496,222497"] સાહસિકતાને વધુ પસંદ કરનારા લોકોને દાંદેલી જગ્યા વધુ પસંદ આવે છે કેમ કે અહીં હરવા-ફરવા…

3 hours ago

Girlsને ઇમ્પ્રેસ કરવા ચાહો તો Chatting પર અપનાવો આ ટ્રિક્સ

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222488,222489,222490"] દરેક વ્યક્તિને જીવનમાં એક જીવનસાથીની અવશ્યપણે જરૂરિયાત હોય છે. દરેક લોકો પોતાનું એક ઘર વસાવવા…

4 hours ago

શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 1500 પોઇન્ટના ઘટાડા બાદ જોવા મળી રીકવરી

શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજારમાં નોટબંધી બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટથી…

4 hours ago