VIDEO: ડીસામાં પોસ્ટમેનની ગંભીર બેદરકારી, 3 વર્ષથી સંતાડેલી ટપાલોનું સામે આવ્યું કૌભાંડ

બનાસકાંઠામાં ડીસા તાલુકાનાં ઓઢવા ગામનાં ટપાલીની વિચિત્ર કહી શકાય તેવી હરકતો સાથેની બેદરકારી બહાર આવી છે. આ ટપાલીએ ત્રણ વર્ષ સુધી આવેલી ટપાલો વહેંચ્યા વિના રાખી મુકી હતી અને ગામના અનેક લોકોના કામો ખોરંભે ચડાવ્યા હતાં.

સામાન્ય રીતે ભારતીય ટપાલ વિભાગ દેશની વિશ્વસનીય ટપાલ અને સંદેશા વ્યવહાર માધ્યમ મનાય છે. આધુનિક યુગમાં કુરિયર સેવાઓના વ્યાપ્ત વચ્ચે પણ સરકારી ટપાલવિભાગ ભરોસાપાત્ર માનવામાં આવે છે. ત્યારે ટપાલ વિભાગને લાંછન લાગે તેવી ઘટના ડીસાના ઓઢવા ગામે બહાર આવી છે.

ડીસા તાલુકાનાં ઓઢા ગામે એક પોસ્ટમેનને ગંભીર બેદરકારી સામે આવી છે આ પોસ્ટમાસ્ટરે છેલ્લા ત્રણ વર્ષથી દેશભરમાંથી આવતી ટપાલો ગામના લોકોને વહેંચ્યા વિના સંતાડી રાખી હતી.

જો કે ગામના લોકોને વર્ષોથી તેમની ચેકબુકો,આધાર કાર્ડ, ઇંટરવ્યૂ કોલ લેટર, પગારબિલ, પત્રો અને રજીસ્ટરો ન મળતા ટપાલી પારજી પરમાર પર શક ગયો હતો .જે બાદ ગામની જર્જરિત પોસ્ટ કચેરીએ તપાસ કરતા આ ટપાલો અનેક કોથળામાં સંતાડેલી મળી આવતા આખું ગામ ચોંકી ઠ્યું હતું.જોકે ભાંડો ફૂટતા ટપાલી ભાગી છૂટ્યો હતો ..

જો કે ત્રણ વર્ષ સુધી ગામમાં ટપાલ ના મળતી હોવા છતા વડી કચેરીએ પણ આંખ આડા કાન કરી , આ બાબતે તપાસ ના કરી મૌન સેવતા સમગ્ર તંત્ર સામે સવાલો ઉભા થયાં છે.

ડીસાનાં ઓઢવા ગામે પોસ્ટમેનની બેદરકારી સામે આવી છે. ત્રણ વર્ષની ટપાલો સંતાડી ગુનાખોરી આચરી છે. ગામલોકોની તપાસમાં કૌભાંડ બહાર આવ્યું હતું. ગામલોકોએ ત્રણ વર્ષની ટપાલોના થેલા કબ્જે કર્યા છે. સમગ્ર મામલો ભીલડી પોલીસ મથકે પહોંચ્યો છે.

You might also like