VIDEO: બનાસકાંઠામાં તાંત્રિક વિધિનાં નામે ઠગાઈ, ત્રણ ઠગને લોકોએ ચખાડ્યો મેથીપાક

બનાસકાંઠાઃ તાંત્રિક વિધી કરવાનાં બહાને લૂંટ થતી હોવાંની એક ઘટના સામે આવી છે. જેમાં પાલનપુરનાં ચડોતર ગામમાં વિધી કરનારની ધોલાઈ કરવામાં આવી હતી. 3 શખ્સોએ તાંત્રિક વિધીનાં બહાને દાગીનાની લૂંટ કરી હતી. વાસડા ગામમાં વેપારીનાં ચાંદીનાં દાગીના પડાવ્યાં હતાં. ત્યારે સ્થાનિકોએ ચોરી કરનાર ત્રણેય શખ્સોને માર મારી તેમને પોલીસને હવાલે કર્યા હતાં.

પાલનપુર તાલુકાનાં ચડોતર ગામમાં મેલી વિદ્યાનાં નામે ઠગાઇ કરવા આવેલા ત્રણ ઠગ લોકો ઝડપાઈ ગયાં હતાં. જેઓને ગામ લોકોએ બરાબર મેથીપાક આપી પોલીસને હવાલે કર્યા હતાં. આ વેપારીએ રેકી કરી છેતરી જનાર 3 ઇસમોને ચડોતરથી ઝડપી લીધા હતાં.

ઉલ્લેખનીય છે કે શહેરો સહિત ગામડાઓમાં દિવસે ને દિવસે ઠગાઈનાં બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો પણ લોભ લાલચમાં આવી જઇને આવા ઠગોનાં હાથે લૂંટાતા હોય છે. ત્યારે ઠગાઈનો ભોગ બનેલા યુવકે આ ઠગ લોકોનો પિછો કરી કોઈ બીજાને છેતરે એ પહેલાં તેમને ઝડપી પાડ્યાં હતાં.

ચડોતરમાં ઠગાઇ કરવા આવેલા ઠગબાજોને લોકોએ મેથીપાક આપી 3 ઈસમોને પાલનપુર તાલુકા પોલીસને હવાલે કર્યાં હતાં. ત્યારે તાલુકા પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.

You might also like