તમે ઘરે બનાવો સ્વાદિષ્ટ ડીલિશિયસ બનાના સલાડ

સામગ્રીઃ
ઘટ્ટ દહીં: 3/4 કપ
સમારેલ ફુદીનોઃ 1/4 કપ
મરીનો ભૂકોઃ એક ચપટી
મીઠું: સ્વાદ અનુસાર
ખાંડઃ 2 ટેબલ સ્પૂન
કેળાં (ગોળ કટીંગ કરેલા): 2 કપ
લીંબુનો રસઃ 1/2 ટેબલ સ્પૂન
સમારેલી કાકડીઃ 1/2 કપ
સમારેલી કોથમીરઃ 1/2 ટેબલ સ્પૂન
શેકેલી તેમજ ક્રશ કરેલી શીંગઃ 1 ટેબલ સ્પૂન

રીતઃ
સૌ પ્રથમ તમે એક બાઉલ લો. તેની અંદર તમે ઘટ્ટ દહીં, સમારેલ ફુદીના તેમજ સ્વાદ અનુસાર મીઠું, એક ચપટી મરીનો ભૂકો અને ખાંડ નાખીને મિક્ષ કરવું. હવે એક બાઉલ લો તેમાં ગોળ કાપેલા કેળાં નાખીને તેની ઉપર લીંબુનો રસ ઉપરથી નાખવો જેથી તે કાળા ના પડે.

હવે તેમાં સમારેલી કાકડી, સ્વાદ અનુસાર મીઠું, સમારેલી કોથમીર, શેકેલી કોથમીર અને ક્રશ કરેલી શીંગ તેમજ દહીંનું ડ્રેસીંગ નાખીને તેને મિક્ષ કરી લેવું. તો લો હવે તૈયાર છે આપ સૌ માટે બનાવેલું સ્વાદિષ્ટ બનાના સલાડ. હવે આને ગાર્નિશ કરવા માટે તેની ઉપર શીંગ અને કોથમીર ભભરાવી શકો છો.

You might also like