VIDEO: પદ્માવત ફિલ્મ પર લાગેલો પ્રતિબંધ યથાવત્: સીએમ રૂપાણી

ગુજરાતઃ પદ્માવત ફિલ્મમાંથી કેટલાંક સીન કટ કર્યા બાદ 25 જાન્યુઆરીનાં રોજ ફિલ્મને રીલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સીન કટ કર્યા બાદ ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવામાં આવ્યું છે. તેમ છતાં કરણીસેના દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે કે,”ગુજરાતમાં ફિલ્મ રીલીઝ થવાના મામલે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. મહત્વનું છે કે, આ ફિલ્મ પર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.”

જો કે આ મામલે હવે સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે કે,”આ ફિલ્મ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ યથાવત્ છે. જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી રાજ્યમાં આ ફિલ્મ પર પ્રતિબંધ યથાવત્ રહેશે.”

ફિલ્મ પદ્માવતને લઈને CM રૂપાણીનું નિવેદન
ગુજરાતમાં પદ્માવતની રિલીઝ બાબતે નિર્ણય નથી લેવાયોઃ રૂપાણી
અગાઉ ફિલ્મ પર લગાવેલો પ્રતિબંધ હજી યથાવત્ છેઃ રૂપાણી
નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી પ્રતિબંધ યથાવત્ જ રહેશેઃ રૂપાણી

You might also like