Categories: Entertainment

બાહુબલિ-૨અે તોડ્યો વધુ એક રેકોર્ડ

મુંબઈ: ભારતમાં ફિલ્મ બિઝનેસ જગતની તસવીર બદલી નાખનારી ફિલ્મ બાહુબલિ-૨ઃ ધ કનક્લુઝને પોતાના બમ્પર અોપનિંગથી દુનિયાભરમાં તોફાન લાવી દીધું છે. રિલીઝના પહેલા દિવસથી જ ફિલ્મ તમામ રેકોર્ડ તોડતી દેખાઈ રહી છે.  ફિલ્મની ઉપલબ્ધિમાં ‍વધુ એક રેકોર્ડ જોડાઈ ગયો છે. હવે અા ફિલ્મ હિંદી ભાષામાં સોમવારે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે.

ફિલ્મના હિંદી માર્કેટમાં સોમવારે તેની કુલ ૩૯ કરોડની કમાણી થઈ. બોક્સ અોફિસ ઇન્ડિયા વેબસાઈટના જણાવ્યા મુજબ રિલીઝના ચોથા દિવસે અા ફિલ્મે અોવરઅોલ ૬૨૦ કરોડની કમાણી કરી લીધી છે. સોમવારે ફિલ્મના હિંદી ભાષાવાળા શોઅે લગભગ ૩૯ કરોડની કમાણી કરી.

નિષ્ણાતોનું માનવું છે કે જો અા ફિલ્મ અા જ રીતે ચાલતી રહી તો ૧૦૦૦ કરોડનો અાંકડો પાર કરવામાં વાર નહીં લાગે. ટ્રેડ પંડિતોનું કહેવું છે કે શનિવાર અને રવિવારે ફિલ્મનું ટોટલ કલેક્શન ૬૦૦ કરોડના જાદુઈ અાંકડાને સરળતાથી સ્પર્શી લેશે. અાવા સંજોગોમાં અાગામી ચાર દિવસોના કલેક્શનમાં ૨૦થી ૩૦ ટકાનો ઘટાડો થશે. તો પણ બાહુબલિ-૨ પહેલા અઠવાડિયામાં ૧૦૦૦ કરોડના કલેક્શનનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે જેને તોડવો સરળ નહીં હોય.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

11 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

11 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

11 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

12 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

12 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

12 hours ago