Maggi અને Colgate બાદ બાબા હર્બલ ફૂડથી KFC અને McDને આપશે ટક્કર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પોતાની રિસર્ચ લેબના ઉદ્ધાટન કરાવ્યા બાદ બાબા રામદેવે ખુલાસો કર્યો છે કે હવે તે દેશમાં રેસ્ટોરાં ચેન શરૂ કરશે. કેએફસી, મેકડોનાલ્ડ અને સૌથી મોટી ફૂડ ચેનલને ટક્કર આપવા માટે તેઓ હર્બલ ફૂડ ચેનલ ખોલવા જઇ રહ્યાં છે. કંપનીના સેલમાં 10 હજાર કરોડનો આંકડો પાર કર્યા બાબા રામદેવે ખુલાસો કર્યો છે કે હવે તે આંતરરાષ્ટ્રીય ફૂડ ચેનને પણ એવી જ રીતે માત આપશે જેવી રીતે મલ્ટીનેશનલ એફએમસીજી કંપનીઓને ટક્કર આપી છે.

કંપનીની પ્રેસ કોન્ફરન્સ બાદ બાબા રામદેવે પોતાના બિઝનેસ પ્લાન અંગે ખુલાસો કરવા સાથે જણાવ્યું છે કે સારા સ્વાસ્થ્ય અને બેલેન્સ ગ્રોથ માટે લોકોને સારા કંપાઉન્ડ વાળો હર્બલ ડાયેટ આપવામાં આવે. હરિદ્વારાની આ કંપનીએ 31 માર્ચ 2017 સમાપ્ત થયેલા નાણાકિય વર્ષમાં 10,561 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. કંપની નોયડા, નાગપુર અને ઇન્દોર સહિત અનેક સ્થળો પર મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી રહી છે. તેમની ઉત્પાદન ક્ષમતા હાલ 35,000 કરોડથી વધીને 60,000 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ નાણાકિય વર્ષમાં કંપની મસાલા, દાળ, વનસ્પતિ તેલો, બિસ્કિટો, કંફેક્શનકી અને જૂસની ક્ષેણીમાં પોતાનું ધ્યાન વધારી રહી છે. સાથે જ આ ક્ષેણી વધારે ઉત્પાદકોને શામેલ કરવા જઇ રહી છે.

http://sambhaavnews.com/

You might also like