B.Com માટે ચોઈસ ફિલિંગમાં ૧૫ કોલેજ દર્શાવવી ફરજિયાત 

અમદાવાદ: ધોરણ 12 કોમર્સ પછી બીકોમ, બીબીએ, બીસીએ સહિત અન્ય કોર્સમાં વિદ્યાર્થીઓને એડમીશન મળી રહે તે માટે ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યવાહી હાથ ઘરી છે. ગત વર્ષથી ગુજરાત યુનિવર્સ‌િટીમાં લાગુ પાડવામાં આવેલ સેન્ટ્રલાઈઝ એડમીશન પદ્ધતિથી વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે. દર વર્ષે મોટા ભાગે વિદ્યાર્થીઓ કોલેજ શરૂ થવાના સમય સુધી પ્રવેશ મેળવી શકતા નથી.આ સમસ્યાના હલરૂપે આ વર્ષે વિદ્યાર્થીઓએ બીકોમમાં પ્રવેશપ્રક્રિયા દરમિયાન કોલેજની પસંદગી કરતી વેળાએ ફરજ‌િયાતપણે ઓનલાઇન ફોર્મમાં ૧૫ કોલેજના નામ સામે ચોઇસફીલિંગ કરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

ચાલુ વર્ષે બી.કોમ.માં પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રીયામાં કોઇ પણ વિદ્યાર્થી ફોર્મ ભરશે તે સમયે વિદ્યાર્થીએ પોતાની પસંદગીની ઓછામાં આેછી ૧૫ કોલેજ સામે ટીકમાર્ક કરવી પડશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ૭૧ કોલેજો પૈકી કોઇ પણ ૧૫ કોલેજમાં ફોર્મ ભર્યા બાદ આ ૧૫ કોલેજમાંથી જ એક કોલેજમાં વિદ્યાર્થીને પ્રવેશ મળશે. દર વર્ષે બી.કોમ.ની પ્રવેશપ્રક્રિયામાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોય છે, જેની પાછળ કારણ છે કે વિદ્યાર્થીઓેએ માત્ર બે કે ત્રણ કોલેજોમાં પ્રવેશ માટે ફોર્મ ભરેલા હોય છે. આ કોલેજમાં પ્રવેશ ન મેળવી શકતાં કોલેજ શરૂ થઇ જવા છતાં વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના ધરમધક્કા ખાવાની નોબત આવતી હોય છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વર્ષે મહત્વપૂર્ણ નિર્ણય લેવા પાછળનું કારણ એ છે કે ગત વર્ષ સુધી માત્ર એક જ ચોઇસફિલિંગ પ્રક્રીયા હતી. આ વર્ષે ઓનલાઇન સિસ્ટમમાં એકસાથે વિદ્યાર્થી ઓછામાં ઓછી ૧૫ કોલેજની પસંદગી ફરજીયાતપણે કરવી પડશે તે બાદ જે-તે કોલેજના મેરીટ અનુસાર વિદ્યાર્થીએ એડમિશન લેવાનુ રહેશે.યુનિવર્સિટી સંલગ્ન ૭૧ કોલેજોને પોતાની કોલેજની પ્રવેશ માટેની સ્થિત‌િના અંદાજ માટે આ વર્ષે પી.આઇ. મોડ્યુલ તૈયાર કરવામાં આવશે. જે અંતર્ગત કોલેજના સંચાલકો પોતાની કોલેજમાં કેટલી સીટ ફાળવવામાં આવી તેમજ કેટલી સીટ બાકી છે ઉપરાંત કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ફી ભરી તે તમામ વિગતો જાણી શકાશે.

You might also like