OMG! માર્કેટમાં આવ્યા ‘આયુર્વેદિક ઇંડા’, આ ખાવાથી થશે આ ફાયદા…

વેજિટેરિયન હોય કે નોન વેજિટેરિયન ઇંડાના ફાયદા અંગેની જાણકારી બધા લોકો જાણે છે. જેનું સેવન કરતાં પ્રોટીન, કેલ્શિયમ તથા ઓમેડા 3 ફેટી એસિડ વધારે માત્રામાં મળે છે. હાલમાં માર્કેટમાં ‘આયુર્વેદિક ઇંડા’ મળી રહ્યાં છે. જ્યાં એક ઇંડાની કિંમત 4 થી 7 રૂપિયા હોય છે ત્યારે આયુર્વેદિક ઇંડાની કિંમત 22.50 રૂપિયા છે. આ આયુર્વેદિક ઇંડું આયુર્વેદિક મુરઘીમાંથી મળે છે.

આ આયુર્વેદિક ઇંડા હાલમાં તેલુગુ ભાષી રાજ્યોની સાથે બેંગલુરુમાં પણ લોન્ચ કરવામાં આવ્યાં છે. આ ઇંડાની કિંમત વધારે હોવા છતાં પણ તેની માગ માર્કેટમાં ઘણી વધારે છે. લોકો તેનો વધારે ઉપયોગ કરી રહ્યાં છે. સૌથી વધારે અજીબ હોય તો તે આ ઇંડાનો રંગ છે. આમ ઇંડાનો કલર સફેદ હોય છે જ્યારે આયુર્વેદિક ઇંડાનો રંગ ગુલાબી હોય છે.

આયુર્વેદિક ઇંડુ સમાન્ય રીતે પોલ્ટ્રી ફોર્મ્સમાં રહેનારી મુરઘીમાં હેવી સ્ટેરોયડ્સ, હાર્મોન્સ તથા એન્ટી-બાયોટિક્સ ઇન્જેકશન લગાવામાં આવે છે. આ ઇન્જેકશન લગાવાથી પોલ્ટ્રી ફાર્મ્સની મુરઘીઓ સ્વસ્થ રહે છે અને ઇંડા આકારમાં મોટા આપે છે. જો કે અહીંની પોલ્ટ્રી ફોર્મમાં મુરઘીઓને ઇન્જેકશનની જગ્યા પોષ્ટીક તત્વોથી ભરપૂર આયુર્વેદિક ખાદ્ય પદાર્થ આપવામાં આવે છે. અહીં મુરઘીઓને હળદર, લસૂણ તેમજ 40 આયુર્વેદિક પદાથોથી મિશ્રણ ખાવાનું આપવામાં આવે છે. આયુર્વેદિક ખાવાની સાથે આ મુરઘીઓને પીવાનું પાણી પણ આપવામાં આવે છે.

આયુર્વેદિક ઇંડા સામાન્ય ઇંડા કરતા વધુ લાભકારી હોય છે. આ ઇંડાથી દરેક ઉંમરના લોકોને ઘણો ફાયદો થાય છે. પરંતુ બાળકો માટે વધારે ફાયદાકારક રહે છે. આ ઇંડામાંથી વધારે કેલ્શિયમ મળે છે. આ ઇંડાથી નાના બાળકોના હાડકા વધુ મજબુત બને છે. તેમજ શરીરની અંદર રહેલી રોગ પ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ થાય છે. આ ઇંડાથી આંખની નબળાઇ પણ દૂર થાય છે.

You might also like